બાપોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા.14
વડોદરા શહેરના વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલી સુંદરમ આઈકોનમાં રહેતા 59 વર્ષીય મિતુલભાઈ શાહ પોતાના ઘરે ગેસની સગડી ઉપર ચા બનાવવા જતા મકાનમાં ગેસ લીકેજ હોવાના કારણે લાઇટર સળગાવતા અચાનક ભડકો થયો હતો. જેના કારણે તેઓ શરીરે ગંભીર રીતે દાઝી જતા પ્રથમ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને વધુ સારવાર માટે અન્ય એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવને પગલે બાપોદ પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.