ગ્રામ પંચાયતના 5 સદસ્યો પણ હાજર રહ્યાં
શિનોર: શિનોર તાલુકાના સાધલી ગામે બસ સ્ટેન્ડ ખાતે ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપો સાથે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો,જેમાં એકતા નગર સોસાયટી, સહયોગ પાર્ક અને નકુમ વાડાના રહીશો સાથે ગ્રામ પંચાયત ના 5 સદસ્યો પણ હાજર રહ્યાં હતાં.

સાધલી ગ્રામ પંચાયત ધ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપો સાથે સાધલીના ગ્રામજનો દ્વારા સાધલી બસ સ્ટેન્ડ ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં એકતા નગર સોસાયટી, સહયોગ પાર્ક અને નકુમવાડા વિસ્તારના રહીશો,ગ્રામ પંચાયતના 5 સદસ્યો તેમજ શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ વેમારડી સાથે ભાસ્કરભાઈ ભટ્ટ હાજર રહ્યાં હતાં.જેઓએ સાધલી ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચાર તેમજ વિકાસના કામો કરવામાં આવતા ન હોવાના આક્ષેપો કર્યા હતા.જો કે આ આક્ષેપોને સાધલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંકેતભાઈ પટેલે પાયાવિહોણા ગણાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે ધરણા પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે સાધલી બસ સ્ટેન્ડ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.