ઇન્સ્પેક્શનની પ્રજાજનો દ્વારા માંગણી
કપડવંજ: તાજેતરમાં આણંદ વડોદરા વચ્ચે ગંભીરા પાસેના પુલની હોનારત બાદ પ્રજાજનોમાં ભારે દહેશતની લાગણી ફેલાતી જાય છે. સમગ્ર કપડવંજ પંથકના લોકોને હવે કપડવંજ નડિયાદ માર્ગ ઉપર આવેલા સંગમ નદીના પાસેના પૂલની ક્ષમતા અંગે દહેશત ફેલાવા માંડી છે. આ પુલ અગાઉ તૂટી પડ્યા બાદ તેને સને ૧૯૮૦માં નવો બાંધવામાં આવ્યો હતો. તેને અત્યારે ૪૫ વર્ષ પૂર્ણ થયા બાદ તેની ક્ષમતા અંગે પ્રશ્નાર્થ ઉદભવી રહ્યો છે. તેનું સક્ષમ સંબંધિત સત્તાવાળાઓ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવે તેવી લોક લાગણી બળવત્તર બની છે. અલબત્ત ૨૦૧૪માં તેમાં અમુક રીનોવેશન કામ કરવામાં આવ્યું હતું. જેમાં સ્લેબ કાસ્ટિંગ અને સુપર સ્ટ્રકચરલ અંગેની કામગીરી કરવામાં આવી હતી. કેટલાક ગ્રામ્યજનોના જણાવ્યા અનુસાર આ પુલ ઉપરથી જ્યારે ભારે વાહનો પસાર થાય છે ત્યારે કંપનનો અનુભવ થાય છે. તેથી લોકોમાં ક્યારે ગભરાટ ની લાગણી ફેલાય છે. આ સંજોગોમાં સત્વરે તેની ચકાસણી કરવામાં આવે તે જરૂરી બન્યું છે