પીડિતાને લગ્નના બહાને સમલાયાથી હાલોલ લઈ જઈ બસ સ્ટેન્ડ પર તરછોડી દીધી
વડોદરા: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના દુણીયા ગામની મારૂતિ નંદન સોસાયટી મા રહેતો દલપતસિંહ ઉર્ફે રવી લક્ષ્મણસિંહ ગોહિલ હાલોલમાં મજૂરી કામ કરતો હતો. નજીકમાં જ રહેતા દલિત પરિવારની અપરણિત પુત્રી સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. બે માસ પુર્વે યુવતીને લગ્નની લાલચ આપીને પ્રેમી પંખીડા પલાયન થઈ ગયા હતા. બે માસથી બંને મંજુસર અને સમલાયા ખાતે ભાડે મકાનમાં રહેતા હતા. યુવતી વારંવાર લગ્નની જીદ કરતી હતી. બીજી તરફ લગ્નની લાલચ આપીને દલપતસિંહ યુવતીની ઈચ્છા વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજારતો હતો. બે માસ સુધી શારીરિક ત્રાસ ભોગવ્યો હતો.
પીડિતા ભાગી ના શકે તે માટે
કામ અર્થે મકાનની બહાર જાય ત્યારે રૂમમા પુરી બહારથી તાળુ મારી દેતો હતો બન્ને વચ્ચે ઝઘડો તકરાર વધી જતા કોર્ટ મેરેજ કરવાના બહાને સમલાયાથી કાલોલ લઈ ગયો હતો ત્યાં બસ સ્ટેન્ડ પર વાતચિત કરીને તરછોડીને દીધી હતી અને ભેજાબાજ દલપતસિંઘ પલાયન થઈ ગયો હતો. દુષ્કર્મનો ભોગ બની ચુકેલી દલિત યુવતીએ આખરે ડેસર પોલીસ સ્ટેશનમાં દલપતસિંહ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસ ફરાર આરોપીની શોધ ખોળના ચક્રો ગતિમાન કર્યા છે.