Vadodara

હવે વડોદરાથી તારાપુર જતા વાહનોએ ફાજલપુર થઈને વાસદ તરફ જવું પડશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના : વાહનોની અવરજવર પર પ્રતિબંધ,જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

( પ્રતિનિધિ )વડોદરા,તા.9

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી ઉપરનો મુજપુર ગંભીરા પુલ વહેલી સવારે તૂટી ગયો હતો. જેના પરિણામે રસ્તા ઉપર વાહનની અવરજવર બંધ કરવાનું યોગ્ય જણાય આવતા મુજપુર ગંભીરા પુલ પુનઃ કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકાયો હોવા અંગેનું જાહેરમાંનું જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.



વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામ અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી ઉપરનો મોતપુર ગંભીરા પુલ તૂટી ગયો હોય ત્યારે જાહેર જનતાના બહાર વાહન વ્યવહાર માટે બંધ કરવા તથા તેના વૈકલ્પિક રસ્તા ના ડાયવર્ઝન અને કયા રસ્તાનો ઉપયોગ કરવામાં આવે તે અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાથી તારાપુર જતા વાહનોએ સીધા વડોદરા ફાજલપુર થઈને વાસદ તરફ જવું, વડોદરાથી બોરસદ તાલુકાના ગામડાઓ તરફ જતા વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ સિંધરોટ થઈને ઉમેટા નીકળવું, મોટા ભારે વાહનોએ પણ ફાજલપુર થઈને વાસદ નીકળવું, પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોને ગંભીરા બ્રિજની જગ્યાએ નાના વાહનોએ સિંધરોટ થઈને ઉમેટા તરફ અને મોટા ભારે વાહનોને ફાજલપુરથી વાસદ થઈને નીકળવું. આજથી પુલ પુનઃ કાર્યરત ન થાય ત્યાં સુધી આ રસ્તો વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે આ રસ્તાના બદલે જણાવ્યા અનુસાર ડાયવર્ઝન વાળા રસ્તા નો ઉપયોગ કરવાનો રહેશે, સાથે જ જો આ જાહેરનામામાં કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે અને તેના વિરોધ ફરિયાદ દાખલ કરી અધિકૃત કરવામાં આવશે.

Most Popular

To Top