આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહત્વપૂર્ણ અને વ્યસ્ત માર્ગ પર આવેલ પાદરા-મોજપુર ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે 7:30 થી 8 વાગ્યાની વચ્ચે અચાનક તૂટી પડ્યો. ઘટનાના સમયે બ્રિજ પરથી પસાર થતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હોવાની માહિતી મળી રહી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડની બે ટીમો તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
- દક્ષિણ ગુજરાત વાયા મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા પાસેના મહી નદી બ્રિજમાં ભંગાણ પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે
- ગંભીરા જંબુસર બ્રિજ તૂટતા 4 વાહન નદીમાં પડ્યા, 9મોત, 5 ઘાયલ
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ તૂટતા ચાર જેટલા મોટા વાહનો નદીમાં પડ્યા છે. ઘટના બનતાની સાથે જ આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા અને આ માર્ગ પરથી નોકરી ધંધાર્થે અપડાઉન કરતા લોકોના ટોળા ઉમટ્યા છે અને પોલીસ પણ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચીને બચાવ કામગીરીમાં જોડાયેલ છે.

ગંભીરા બ્રિજ પર ભંગાણના કારણે બે ટ્રક, એક પિકઅપ વાન સહિત ચાર વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા છે.આ ઘટનામાં 9 મોત થયા છે. જોકે બચાવ કામગીરી દરમિયાન 5 વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે.