વડોદરા: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ની ગર્લ્સ હોસ્ટેલમાં કેજી હોલમાં મેસનું ભોજન લીધા પછી 50 થી 60 જેટલી છોકરીઓને રાત્રે તબિયત બગડી જતા તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડવામાં આવી હત આ ઘટનાએ યુનિવર્સિટી તંત્ર અને મેસ સંચાલકોની બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ની ગર્લ્સ હોસ્ટેલમાં કેજી હોલની અંદર 50 થી 60 જેટલી છોકરીઓને ફૂડ પોઇઝનિંગનો શિકાર બનવું પડ્યું છે. આ ઘટના સાંજે 9 વાગ્યે મેસમાં ભોજન લીધા પછી રાત્રે 11 વાગ્યાથી તબિયત બગડવાની શરૂઆત થઈ હતી. તાત્કાલિક સારવાર માટે તમામ અસરગ્રસ્ત છોકરીઓને SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાત્રી 3 વાગ્યા સુધીમાં અંદાજિત 50 થી 60 જેટલી છોકરીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આ ઘટનાએ યુનિવર્સિટી તંત્ર અને મેસ ચલાવનારની બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ચિંતા અને આક્રોશ વ્યાપી ગયો છે. હોસ્ટેલ અને મેસની સ્વચ્છતા અને સલામતી અંગે તાકીદથી તપાસ કરવાની જરૂરિયાત જણાઈ રહી છે.
વિશ્વવિખ્યાત MSU ની ગર્લ્સ હોસ્ટેલમાં આવી ઘટનાઓ હોસ્ટેલ વ્યવસ્થાપન માટે ચેતવણીરૂપ છે અને તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે જેથી વિદ્યાર્થીઓની સલામતી અને આરોગ્ય સુનિશ્ચિત કરી શકાય.