માત્ર એક વર્ષના લગ્નજીવનમાં પરણીતા પાસે પતિ અને સાસુ સસરાએ દહેજની માગ કરી ત્રાસ આપ્યો
વડોદરા: સંસ્કારી નગરીમાં સેકડો યુવતીઓ દહેજના દૂષણનો ભોગ બનીને પારાવાર સાસરિયાઓનો ત્રાસ ભોગવે છે. આવો વધુ એક બનાવ કારેલીબાગ વિસ્તારમાં બીઆર જી કોમ્પ્લેક્સ પાસે નટરાજ એન્ક્લવમાં રહેતી નેહા પટેલના લગ્ન કુંજ રાકેશભાઈ પટેલ (હાલ રહે: 295, શાર્ક રોડ માઉન્ટ લોરિયલ ન્યુ જર્સી અમેરિકા) મૂળ રહે: બી 132 કાશી વિશ્વેશ્વર ટાઉનશીપ પીઝાબેલની બાજુમાં જેતલપુર રોડ ની સાથે વત વર્ષે માર્ચ માસમાં 13મી તારીખે પરિવારજનોની હાજરીમાં રંગે ચંગે લગ્ન થયા હતા. લગ્નના બીજા દિવસથી જ પતિ કુંજ સસરા રાકેશ અને સાસુ જૈમીની બેન એ દહેજ ની માગણી બાબતે માનસિક ત્રાસ ગુજારતા હતા. એ લગ્નજીવનના સ્વપ્ન જોઈને આવેલી પરણીતા એક વર્ષ સુધી સાસરીયાઓનો માનસિક અને શારીરિક ત્રાસ સહન કરતી હતી. અવારનવાર દહેજની માંગણીથી ત્રાસીને પતિને સમજાવવા જતા તે પણ ગાળો આપીને મારી નાખવાની ધમકી આપતો હતો. સુખી દાંપત્ય જીવનમાં દહેજના દૂષણથી દંપતી વચ્ચે અવારનવાર ગૃહ કલેશ અને સર્જાતો હતો. દહેજ ભુખ્યા એન.આર.આઈ સાસરિયાઓને આખરે કાયદાના પાઠ ભણાવવા પીડીતા એ મહિલા પોલીસ મથકે પતિ અને સાસુ સસરા વિરુદ્ધ દહેજ ધારા નો ગુનો નોંધાવ્યો હતો. એ.એસ.આઇ મનિષાબેન એ તપાસનો દોર સંભાળીને આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.