Vadodara

એસએસજીમાં અલિરાજપુરના શિશુની મીડગટ વોલ્યુલસ તરીકે ઓળખાતી જન્મજાત બીમારીની સફળ સારવાર

બાળકના આંતરડાનો નાનો ભાગ કાઢીને બાકીનો ભાગ જોડવામા આવ્યો*

(પ્રતિનિધિ) વડોદરા તા.08

જન્મના પ્રથમ દિવસે અલિરાજપુર જિલ્લાની હોસ્પિટલમાંથી રિફર કરીને એસ.એસ.જી.હોસ્પિટલમા નવજાત શિશુ ને મિડગટ વોલ્યુલસ તરીકે ઓળખાતા જન્મજાત વિકારની સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું. જેનું ઓપરેશન કર્યા બાદ દસ દિવસ પછી રિકવરી આવ્યા બાદ 24 દિવસ બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો

ગત તા.12-06-2025 ના રોજ, જન્મના પહેલા દિવસે અલિરાજપુર જિલ્લાની હોસ્પિટલ (DH) માંથી એસએસજી હોસ્પિટલ માં સંગીતા રોહિત પઢિયાર નામની બાળકીને કે જેનું જન્મ સમયે વજન 1.680 કિગ્રા હતું તેને રિફર કરવામાં આવ્યું હતું. શિશુને મીડગટ વોલ્યુલસ તરીકે ઓળખાતા મોટી જન્મજાત વિકારની નિદાન સાથે વિશિષ્ટ સારવાર માટે મોકલવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં દાખલ સમયે શિશુ હેમોડાયનેમિક રીતે સ્થિર હતું અને તાત્કાલિક પહેલું સર્જિકલ ઇન્ટરવેન્શન માટે આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ તેનું બીજુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ જેમા બાળકના આંતરડાનો નાનો ભાગ કાઢીને બાકીનો ભાગ જોડવામા આવ્યો હતો.

આ સફળ ઓપરેશન અને સારવાર હોસ્પિટલના EMNICU ટીમ
ડૉ. ઓમપ્રકાશ શુક્લા (હેડ ઓફ ડિપાર્ટમેન્ટ),ડૉ. રિંકી શાહ (એસોસિએટ પ્રોફેસર),
ડૉ. વૈશાલી ચાનપુરા (એસોસિએટ પ્રોફેસર),સીનિયર રેસિડન્ટ (SR): ડૉ. સાક્ષી સુમન,R3: ડૉ. જયદીપ અને ડૉ. ભવદિપ,R2: ડૉ. વરુણ અને ડૉ. શેપોંગ,R1: ડૉ. અવ્ની, ડૉ. વેંકટેશ અને ડૉ. સુરભિ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
સર્જરી દરમિયાન શિશુને ઇન્ટ્યુબેટ કરવામાં આવ્યું અને ત્યારબાદ 72 કલાક માટે મેકેનિકલ વેન્ટિલેશન પર રાખવામાં આવ્યું. બાળકને વધારે ચેપ હોવાથી તેને ભારે ઇન્જેક્શન આપવામાં આવ્યા હતાં. દસ દિવસ પછી બાળકીને ખોરાક આપવો શરુ થયો અને શિશુએ તેને સારી રીતે સહન કર્યો.હોસ્પિટલના અભ્યાસ દરમિયાન અન્ય કોઈ જન્મજાત વિકાર કે તકલીફ જણાઈ નહોતી.સ્તનપાન સફળતાપૂર્વક સ્થાપિત થયું અને શિશુનું વજન વધવાનું શરૂ થયું.એટલે
તારીખ 07 જૂલાઇ,2025ના 24મા દિવસે શિશુને તેના પરિજનોને યોગ્ય સલાહ સાથે ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું અને DEIC (High Risk Clinic) માં નિયમિત ફોલોઅપ માટે જણાવવામાં આવ્યું હતું સાથે જ માતાપિતાને ખોરાક સહન ન થવાના લક્ષણો અને ક્યારે તબીબી સહાય લેવી તેની યોગ્ય સમજ આપવામાં આવી હતી.

Most Popular

To Top