Vadodara

ગુજરાતમિત્ર ડિજિટલના ન્યૂઝને પગલે અધિકારીઓ જાગ્યા , ડોર ટુ ડોર કચરાની ગાડી મોકલી કચરો એકત્ર કરાયો

*એક તરફ ચોમાસું, બીજી તરફ પૂર્વ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી જ આવતી નહોતી

(પ્રતિનિધિ) વડોદરા તા. 08

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી મોટા ભાગની સોસાયટીઓમાં છેલ્લા પાંચ દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેની ગાડી કચરો લેવા માટે ન આવતાં સ્થાનિકો પરેશાન, કચરો એકત્રીત કરી કચરા કલેક્શનની ગાડી ની રાહ જોઇ રહ્યા હતા. બીજી તરફ એજન્સી બદલાતા આ નોબત આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેના સમાચાર ગુજરાતમિત્ર ડિજિટલ ન્યૂઝ પર આવતા જ અધિકારીઓ સફાળા જાગ્યા હતા અને ડોર ટુ ડોર ગાડી ને વિસ્તારમાં મોકલવામાં આવી હતી.

હાલ ચોમાસાની ત્રૃતુ ચાલી રહી આ સિઝનમાં વરસાદી પાણી ભારાઇ ન રહે અને સ્વચ્છતા ખૂબ જરૂરી હોય છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કચરા કલેક્શન માટે ડોર ટુ ડોર ગાડી દરેક વિસ્તારમાં મૂકવામાં આવી હતી. પરંતુ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત બાપોદ જકાતનાકા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં જેમાં જય અંબેનગર, માજીનગર, રંગ વાટિકા,પુષ્ટિપ્રભા સોસાયટી,હિરાબાનગર સોસાયટી, વૈકુંઠ સોસાયટી, સહિતના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી ન આવતા સ્થાનિકો પરેશાન થઇ ગયા હતા. એક તરફ ચોમાસું બીજી તરફ કચરો પાંચ દિવસથી લોકો પોતાના ઘરનો કચરો એકત્રીત કરી રાખતા કચરામાંથી દુર્ગંધ આવી રહી હતો. ચોમાસામાં કચરો અને વરસાદ થી મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની શક્યતા છે ત્યારે બીજી તરફ વેરો ભરતા શહેરીજનોને કચરા કલેક્શનની ગાડી માટે રાહ જોવાનો વારો આવ્યો હતો. આ અંગેના સમાચાર ગુજરાતમિત્ર ડિજિટલ ન્યૂઝ પર પ્રસિદ્ધ થતા જ અધિકારીઓ સફાળા જાગ્યા હતા અને ડોર ટુ ડોર કચરાની ગાડી વિસ્તારમાં મોકલી કચરો કલેક્ટ કરવામાં આવ્યો હતો.

ડોર ટુ ડોર ગાડીના ડ્રાઇવર દ્વારા ગાડી છેલ્લા બે દિવસથી ખોટકાઇ હોવાનું જણાવ્યું હતું. જ્યારે કોન્ટ્રાકટર દ્વારા હવેથી રેગ્યુલર ગાડી આવશે તેવી બાંહેધરી સાથે તકલીફ બદલ માફી માંગી હતી.



Most Popular

To Top