વરસ 2017માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ પાડવામાં આવ્યો ત્યારે એક વિશાળ રાષ્ટ્રવ્યાપી નેટવર્ક સાવ નવું જ ઊભું કરવાનું હતું. કોંગ્રેસના મનમોહન શાસન વખતે જીએસટી લાગુ પાડવાની માત્ર ચર્ચાવિચારણા ચાલતી રહી. ત્યારના શાસન પાસે સંભવિત અનિચ્છનીય પરિણામો ભોગવવાની હિંમત ન હતી. નરેન્દ્ર મોદી સરકારે તે લાગુ પાડ્યો. સ્વાભાવિકપણે પ્રારંભમાં મૂશકેલીઓ થાય. હવે તો જીએસટીનું માળખું વરસોવરસ વિકસી રહ્યું છે. ખૂબ સારાં પરિણામો મળી રહ્યાં છે. જેઓ પ્રામાણિકતાપૂર્વક ટેકસ ભરવા માગે છે તેમના માટે પ્રક્રિયા જૂના સેલ્સટેકસની વ્યવસ્થા કરતાં પણ વધુ સરળ બની ગઇ છે. કયાંય કચવાટ જોવા મળતો નથી. પરંતુ જેઓને ગ્રાહકોએ ભરેલો વેરો ચાઉં કરી જવો છે તેઓના મનમાં કચવાટ છે અને તે પ્રતાપે રાહુલ ગાંધીની જીએસટી બાબતની ટિથિંગ ટ્રબલનો હજી અંત આવતો નથી.
ટૂંકી અથવા ક્ષણિક યાદદાસ્તમાંથી કોઇ અન્ય સાંપ્રત અને મહત્ત્વનો મુદ્દો ન મળે ત્યારે હોકાયંત્રના કાંટાની માફક તેઓ દરેક વખતે એ જ ‘ગબ્બર ટેકસ’ના સ્થાન પર પાછું ફરે છે. જીએસટી લાગુ પડ્યા પછી દેશમાં અનેક મહત્ત્વની ચૂંટણીઓ યોજાઈ અને જીએસટી કયારેય મુદ્દો બન્યો નથી. આજે લગભગ તમામ સામાન અને સેવાઓ પર ભારતભરમાં એક સમાન ટેકસ લાગુ પડે છે. એકાઉન્ટસ લખવાં, કિંમત નક્કી કરવી વગેરે અનેક બાબતો વેપારીઓ માટે સરળ બની ગઇ છે.
જીએસટી લદાય તો ખબર પડે કે કયાં શી તકલીફ પડે છે. પગરખાં પહેરો તો ખબર પડે કે કયાં ડંખે છે! છેલ્લાં આઠ વરસથી તેમાં યથોચિત સુધારા થઇ રહ્યા છે. એક બહોળા વેપારી સમાજને નારાજ કરવાનું કોઇ પણ સરકારને પોષાય નહીં. પરંતુ નવા સમય પ્રમાણે કોઇકે તો નવી શરૂઆત કરવી પડે ને! ભાજપને યશ મળી રહ્યો છે તે રાહુલથી જોયું જવાતું નથી. હવે એ પગરખાં પહેરનારાંઓને કહી રહ્યા છે કે, ‘તમને ખબર નથી, પરંતુ તમારાં પગરખાં તમને ડંખી રહ્યાં છે.’ કાયદો અમલમાં મૂકો અને જે રીતે તેની ખામીઓ સામે આવે તે મુજબ સુધારા થયા છે. રાહુલના કહેવા પ્રમાણે જીએસટી કાનૂનમાં 800 જેટલા સુધારા થયા છે. તેનો અર્થ એ છે કે કેન્દ્ર સરકાર સંવેદનશીલ છે અને લાઈવ છે. એક વખત કાયદો ઘડયા પછી ત્યાં અટકી જતી નથી.
જટિલ, મહેનત અને મસમોટાં તંત્રો માગી લેતી અને રાજ્યો પ્રમાણે બદલાતી અગાઉની વેચાણવેરા વ્યવસ્થાને આધારે કેન્દ્ર સરકાર થનારી આવકનું યોગ્ય આકલન કરી શકતી ન હતી. નવી વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર કે ગેરરીતિઓ નથી તેનો દાવો ભારતમાં કરી ન શકાય પણ જૂની વ્યવસ્થા ભ્રષ્ટાચારથી જ ખદબદતી હતી. જીએસટી બાદ સરકારને જે આવક થાય છે તેનું વધુ વ્યવસ્થિત આકલન થઇ શકે છે અને ખર્ચનું બજેટ ગોઠવવામાં પણ વધુ મદદરૂપ બને છે.આ આવક દર વરસે ક્રમશ: અને વ્યવસ્થિતપણે વધી રહે છે તેના પરથી દેશના વિકાસદરનું પણ ઠીક ઠીક અનુમાન લગાવી શકાય છે.
વરસ 2024ના જૂન મહિનામાં જીએસટીનું કલેકશન 174 લાખ કરોડનું થયું હતું. તે વરસ 2025ના જૂન મહિનામાં વધીને 185 લાખ કરોડ રૂપિયાનું થયું હતું જે લગભગ સવા છ ટકાની વૃદ્ધિ સૂચવે છે. ગયા મંગળવારે સત્તાવાર આંકડા પ્રગટ કરાયા તે મુજબ ગયા એપ્રિલ મહિનામાં વિક્રમસર્જક 237 લાખ કરોડ રૂપિયાનું કલેકશન થયું હતું. લોકો પ્રવાસે નીકળે, વેકેશનમાં પ્રસંગો યોજે, તે માટેની ચીજવસ્તુઓ ખરીદે તેથી ચીજો અને સેવાઓનું વેચાણ વધે છે. તે સિવાયનાં અન્ય કારણો પણ હોય છે. મે અને જૂન મહિનામાં વિશ્વમાં અને ભારતમાં ભૌગોલિક અશાંતિ તેમજ અનિર્ણાયકતા હતી.
એપ્રિલની સરખામણીમાં કલેકશન ઘટીને 201 લાખ કરોડ રૂપિયાનું થયું હતું. આ અનિશ્ચિતતાને કારણે જૂન મહિનાના આંકડા પણ ઓછા આવશે. એક સારી વાત એ સામે આવી છે કે નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, લક્ષદ્વીપ અને લદાખ જેવાં દૂરનાં રાજ્યો પ્રગતિ કરી રહ્યાં છે. લોકોની ખરીદશક્તિ વધી છે અને તે મુજબ કલેકશન વધ્યું છે. ભારત સરકાર માળખાકીય સવલતોનાં બાંધકામોમાં જંગી રકમો ખર્ચી રહી છે તે પણ આ વિકાસ માટે મહત્ત્વનું કારણ છે. પ્રસિદ્ધ એકાઉન્ટિંગ ફર્મ અર્નેસ્ટ એન્ડ યંગ ઇન્ડિયાના ભાગીદાર સૌરભ અગ્રવાલના કહેવા મુજબ પ્રદેશો અને પ્રાન્તોનો સમતોલ અને યોગ્ય વિકાસ થઇ રહ્યો છે તે આ આંકડાઓ બતાવે છે.
વરસ 2024-25ના હિસાબી વરસમાં કુલ કલેકશન 2208 લાખ કરોડનું થયું જે તેના આગલા વરસની સરખામણીમાં લગભગ સાડા નવ ટકાનો વધારો બતાવે છે. સરેરાશ માસિક કલેકશન 184 લાખ કરોડનું થયું તે જીએસટીના ઇતિહાસમાં સૌથી વધુ છે. ભારતમાં એક કરોડ એકાવન લાખથી પણ વધુ સક્રિય રજીસ્ટ્રેશન છે. અર્થાત્ આટલી સંખ્યામાં વેપાર ધંધાઓ ચાલી રહ્યા છે.
દુનિયામાં અનિશ્ચિતતાઓ ચાલી રહી છે પરંતુ ભારત પર તેની ખાસ નકારાત્મક અસરો જણાઈ નથી. એ રીતે ભારતનું અર્થતંત્ર સ્વાવલંબી અને ખડતલ બની રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં જીએસટીની સારી અસરો સ્પષ્ટપણે જોઈ શકાય છે. વરસ 2017-18માં જીએસટીમાં 72 હજાર વેપાર ધંધાઓ જોડાયેલા હતા. આજે રજીસ્ટર્ડ વેપારીઓની સંખ્યા બે લાખ વીસ હજાર પર પહોંચી છે. દેશભરમાં જીએસટી સુવિધા કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે અને તેથી નોંધણીનું પ્રમાણ વધ્યું છે. રાષ્ટ્રના વિકાસ, વ્યવસ્થા અને સંરક્ષણ માટે જે યોગદાન આપીએ, આખરે તે આપણા જ માટે હોય છે. શરત એ કે તે રસ્તામાં ખવાઈ-ચવાઈ ન જવા જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.