World

પીએમ મોદીને ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા

પ્રથમ વખત કોઈ ભારતીય નેતાને મળ્યું આ એવોર્ડ, ભારત માટે ગૌરવનો ક્ષણ છે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન “ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો”થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રથમ વખત છે કે આ એવોર્ડ કોઈ ભારતીય નેતાને આપવામાં આવ્યો છે.

તા.4 જુલાઇ શુક્રવારે વડાપ્રધાન મોદીને ત્રિનિદાદ અને ટોબેગોની રાજધાની પોર્ટ ઓફ સ્પેનમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. આ અવસરે પીએમ મોદીએ જણાવ્યું કે, “હું આ સન્માનને 140 કરોડ ભારતીયો તરફથી સ્વીકારું છું. આ એવોર્ડ માત્ર મારા માટે નહીં, પરંતુ ભારત માટે પણ એક મોટું ગૌરવ છે.”પીએમ મોદી હાલમાં પાંચ દેશોની યાત્રા પર છે અને ત્રિનિદાદ અને ટોબેગો તેમની યાત્રાનો બીજો તબક્કો છે.

ત્રિનિદાદ અને ટોબેગો સરકારે વડાપ્રધાન મોદીને આ સન્માન તેમના વૈશ્વિક નેતૃત્વ, ભારતીય મૂળના લોકો માટેના તેમની પ્રતિબદ્ધતા, અને કોવિડ-19 દરમિયાન કરેલા માનવતાવાદી પ્રયાસોને માન્યતા આપતા કર્યું છે.

પ્રધાનમંત્રી મોદીએ આ અવસરે પોતાનું હર્ષ વ્યક્ત કરતા કહ્યું, “આ એવોર્ડ બંને દેશો વચ્ચે ગાઢ મિત્રતાનું પ્રતિક છે. ત્રિનિદાદ અને ટોબેગો સાથે ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો વર્ષો જૂના છે. આ સન્માન તેમના માટે એક નવો ચેપ્ટર ખોલે છે.”

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (હવે Twitter) પર પણ પીએમ મોદીએ લખ્યું કે તેઓ આ સન્માન મળવાથી ખૂબ ગર્વ અનુભવે છે. તેમણે કહ્યું કે, “આ સન્માનના માધ્યમથી બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂતી મળશે.”

આ દરમિયાન ત્રિનિદાદ અને ટોબેગોના વડા પ્રધાન કમલા પ્રસાદ-બિસેસરે પીએમ મોદીની મુલાકાતને ઐતિહાસિક ગણાવી. તેમણે કહ્યું કે, “આ મુલાકાત અમારાં બંને દેશો માટે ગર્વ અને સહયોગની નવી શરુઆત છે.”

આમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગો પહોંચી તે તેઓની વડાપ્રધાન તરીકેની પહેલી મુલાકાત છે. તેમજ વર્ષ 1999 પછી પ્રથમ વખત ભારતના વડાપ્રધાન દ્વારા ત્રિનિદાદની દ્વિપક્ષીય મુલાકાત થઇ છે.આ વિઝિટ વડાપ્રધાન મોદીના વૈશ્વિક વિઝન અને ભારતના વધતા આંતરરાષ્ટ્રીય પ્રભાવનું જીવંત ઉદાહરણ છે.

Most Popular

To Top