National

અમરનાથ યાત્રા શરૂ: પહેલા જ દિવસે 12,348 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

દેશભરમાંથી હજારો ભક્તોની લાગણીઓ સાથે સંકળાયેલી પવિત્ર અમરનાથ યાત્રાની શરુઆત ગત રોજ ગુરુવારે થઇ ગઈ છે. યાત્રાના પહેલા દિવસે, સાંજે 7:15 વાગ્યા સુધીમાં કુલ 12,348 શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફામાં બરફના શિવલિંગના દર્શન કર્યા હતા. શ્રદ્ધાળુઓમાં 9,181 પુરુષો, 2,223 મહિલાઓ, તેમજ 99 બાળકો, 122 સાધુઓ, 7 સાધ્વીઓ, 8 ટ્રાન્સજેન્ડર ભક્તો અને 708 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

આ પવિત્ર યાત્રા વર્ષો પહેલાંથી અત્યારે પણ ભક્તોમાં સમર્પણ અને શ્રદ્ધાનો ઉલ્લેખપાત્ર ઉત્સાહ જગાવે છે. 38 દિવસ ચાલનારી આ યાત્રા પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી શરૂ થઇ છે અને 9 ઓગસ્ટ, રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.

યાત્રાનું આયોજન તથા સુરક્ષા વ્યવસ્થા:
કટોકટી સ્થિતિ ટાળવા અને ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુરુવારના રોજ જ 5,200થી વધુ યાત્રાળુઓનો બીજો જથ્થો જમ્મુ બેઝ કેમ્પથી રવાના થયો હતો, અને બપોરે 2 વાગ્યે પહેલગામ બેઝ કેમ્પ પર પહોંચ્યો હતો. આ જથ્થો શુક્રવારે સવારે 4 વાગ્યે પવિત્ર ગુફા માટે રવાના થયો.

અહિયાંથી છે ઉપલબ્ધ નોંધણી કેન્દ્રો:
આ વર્ષે અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટે નોંધણી કરાવી છે. તાત્કાલિક નોંધણી માટે ખાસ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે. જમ્મુના સરસ્વતી ધામ, વૈષ્ણવી ધામ, પંચાયત ભવન અને મહાજન સભામાં આવા નોંધણી કેન્દ્રો કાર્યરત છે, જ્યાં દરરોજ અંદાજે 2,000 યાત્રાળુઓની નોંધણી કરવામાં આવી રહી છે.

ગયા વર્ષની તુલનામાં ઘટાડો:
ગયા વર્ષની તુલનામાં આ વર્ષે યાત્રાના દિવસો ઓછા છે. ગયા વર્ષે અમરનાથ યાત્રા 52 દિવસ ચાલેલી હતી અને તે દરમ્યાન 5 લાખથી વધુ ભક્તોએ દર્શન લીધા હતા. તેમ છતાં, ભક્તોમાં ઉમેરી રહેલી શ્રદ્ધા અને ઉત્સાહ આ વર્ષે પણ યાત્રાને ખાસ બનાવી રહ્યા છે.

Most Popular

To Top