અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને 2024 રિપબ્લિકન પ્રમુખ પદના મુખ્ય દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે મોટી રાજકીય જીત મેળવી છે. કોંગ્રેસના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા તેમની મહત્વકાંક્ષી યોજના ‘બિગ બ્યુટીફુલ બિલ’ ખૂબ જ નાજુક માર્જિનથી પસાર કરવામાં આવ્યું છે. હવે આ બિલ પર ટ્રમ્પે 4 જુલાઈએ, અમેરિકાના સ્વતંત્રતા દિવસ નિમિત્તે હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે.
આ બિલ હાઉસમાં 214 વિરુદ્ધ 218 મતોથી પસાર થયું હતું. ખાસ વાત એ છે કે બિલનો વિરોધ કરતા બે રિપબ્લિકન સભ્યો ડેમોક્રેટ્સ સાથે જોડાઈ ગયા હતા. જોકે, ટ્રમ્પ માટે આ જીત માત્ર વિધાનિક નથી, પરંતુ રાજકીય દૃષ્ટિએ પણ તેનો મોટો સાર્થક સંદેશ છે.
ટ્રમ્પે ટ્વીટ કરતા જણાવ્યું કે, “આમારી પાર્ટી હવે વધુ એકતાવાળી બની છે. અમે ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ પસાર કર્યું છે, જે આપણું ભવિષ્ય બદલશે.”
શું છે બિલમાં ખાસ?
869 પાનાંના આ બિલમાં ટ્રમ્પના પહેલાં કાર્યકાળના ઘણા મહત્વના મુદ્દાઓનો સમાવેશ થયો છે:
1. કરકાપ યોજના: આવકવેરાની મુક્તિ 2028 સુધી જળવાઈ રહેશે. ટિપ્સ અને ઓવરટાઇમ પર ઘટાડો.
2. બિઝનેસ માટે રાહત: કંપનીઓ સીધા સંશોધન ખર્ચ પર દાવો કરી શકશે. લોન મર્યાદા વધારીને $5 મિલિયન કરવામાં આવી છે, જેથી ઉદ્યોગોમાં વૃદ્ધિ થાય.
3. ગોલ્ડન ડોમ મિસાઇલ કવચ: રાષ્ટ્રની સુરક્ષા માટે $25 બિલિયનનો ફાળો. ટ્રમ્પે તેને “અમેરિકાનું રક્ષાકવચ” ગણાવ્યું.
4. અવકાશ કાર્યક્રમ: મંગળ મિશન માટે $10 બિલિયન, અને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે નિવૃત્તિ યોજના હેઠળ $325 મિલિયન ફાળવાયા છે.
ડેમોક્રેટ્સે કર્યો વિરોધ:
ડેમોક્રેટ પાર્ટીએ આ બિલની ઘોર ટીકા કરી છે. તેમની દલીલ છે કે બિલ ગરીબ વર્ગ માટે નુકસાનકારક છે. ખાસ કરીને મેડિકેડ (સરકારી આરોગ્ય સહાય) માટે નવા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. હવે 65 વર્ષથી ઓછી ઉંમરના નાગરિકોને જેમને નાના બાળકો નથી, તેમને મેડિકેડની લાયકાત માટે દર મહિને ઓછામાં ઓછું 80 કલાક કામ કરવું પડશે.
હસ્તાક્ષર સમારોહના એલાન સાથે રાજકીય સંકેત:
ટ્રમ્પે જણાવ્યું કે 4 જુલાઈના રોજ સાંજે 4 વાગે વ્હાઇટ હાઉસ ખાતે આ બિલ પર હસ્તાક્ષર કરાશે. “આ અમારું નવું સુવર્ણ યુગ શરૂ કરશે,” એમ તેમણે કહ્યું. ટ્રમ્પ સમર્થકોએ તેને આગામી ચૂંટણી પહેલા મોટી સિદ્ધિ ગણાવી છે.