Vadodara

કરજણ પંથકમાં માનસિક વિકલાંગ યુવતીને હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો

વડોદરા: કરજણ તાલુકાના સીમળી ગામના હવસખોરે નજીકના ગામમાં રહેતી માનસિક વિક્લાંગ યુવતીને માર મારવાની ધમકી ઉચ્ચારી ગોચરની જમીનમાં લઈ જઈ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. તેથી કરજણ પોલીસમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ કરજણ તાલુકાના સીમળી ગામના ભીખાવાળા ફળિયામાં રહેતો અક્ષય ઈશ્વરભાઈ વસાવા તાલુકાના એક ગામમાં અવર જવર દરમ્યાન જાણ થઈ હતી કે ગામમાં એક પરિવારની યુવતી માનસિક રીતે વિકલાંગ હતી. આ યુવતીની તમામ વિગત મેળવીને અક્ષયને પોત પ્રકાશ્યું હતું.પોતાની શારીરિક ભુખ સંતોષવા અક્ષય વસાવા સવારે સાત વાગ્યે યુવતીના ઘર નજીક પહોંચી ગયો હતો. યુવતી ઘરની બહાર નીકળતા જ મોકો જોઈને તેને માર મારવાની ધમકી આપી હતી.ફફડી ઊઠેલી યુવતીને જબરજસ્તીથી ઘર નજીક આવેલા ગોચરના ઉકરડા પાસેની ઝાડીમા લઈ ગયો હતો અને એકાંતમા નિર્દયતાપુર્વક પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમના દુષ્કૃત્યની જાણ યુવતીના પરિવારજનોને થતા વાસનાભૂખ્યા અક્ષય વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
હવસ સંતોષવા માનસિક વિકલાંગ યુવતીની પાછળ પડી ગયેલો અક્ષયે અગાઉ પણ વારંવાર ધમકી ઉચ્ચારી યુવતીને નિર્જન જગ્યાએ લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો.તેવું યુવતીની માતાએ ફરિયાદમાં નોંધાવ્યું હતું. પોલીસે બળાત્કારી અક્ષયને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top