Vadodara

ભાયલીના માજી સરપંચનો આક્ષેપ, જમીન બિન ખેતી કરવા નાયબ મામલતદાર હર્ષિલે લાંચ માગી

કલેકટર કચેરીના જમીન સુધારણા વિભાગના નાયબ મામલતદાર હર્ષિલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કરો, મુખ્યમંત્રીને ઓન લાઇન ફરિયાદ
વડોદરા: ભાયલી ગ્રામ પંચાયતના માજી સરપંચ દક્ષય પટેલે લાંચિયા નાયબ મામલતદાર હર્ષિલ પટેલ વિરુદ્ધ સણસણતા લાંચના આક્ષેપ કરતી ફરિયાદ મુખ્ય મંત્રીને ઓન લાઇન કરતા કલેકટર કચેરીમાં કેવા કારનામાં ચાલી રહ્યા છે તે બહાર આવતું જાય છે
ફરિયાદમાં જણાવ્યું હતું કે જમીન સુધારણા કચેરીમાં રિવ્યૂ કેસ
ગત વર્ષ ૨૦૨૪ના એપ્રિલમાં મોકલી આપ્યો હતો. ન્યાય મેળવવવા જમીન સુધારણા lમાં મારા ચપ્પલ ઘસાઇ ગયા છે. હર્ષિલ નામના નાયબ મામલતદારનો મેં સંપર્ક કરતા મારા કેસ વિશે પૂછતા બરાબર જવાબ આપતા નહોતા. પછી હું વારંવાર તેમની ઓફિસે જતા એક દિવસ એમણે ધીમે રહીને કાનમાં કહ્યું કે વ્યહાર કેટલો કરશો ? એવું પૂછતા જ મેં મોબાઇલથી રેકોર્ડિંગ કરવાનો પ્રયત્ન કરતા મને તાત્કાલિક જવાબ આપ્યો કે સાહેબ હાઈકોર્ટ ગયા છે, તમે સાહેબને મળી લેજો. (એમને શંકા જતા તેઓ મારી સાથે વાત પણ નહોતા કરતા કે કોઈ જવાબ પણ ન હોતા આપતા.)
મારું કામ ગુજરાત સરકારના નવા પરીપત્ર મુજબ થાય તેમ હતું પણ મેં લાંચ ના આપી એટલે મને આંટા મરાવવાના ચાલુ કર્યા.
ત્યારબાદ મને ૧ વર્ષ અને 4 મહિના પછી હુકમ કર્યો કે સાવલી મામલતદારને ફરી રીમાઇન્ડર કરવામાં આવે. સાવલી આ કેસ પાછો મોકલ્યો. આ દરમ્યાન મેં મારી જમીનનો અમુક ભાગ બિન ખેતી કરવા મૂક્યો, જેમાં પણ નકારાત્મક અભિપ્રાય આપી મારી ફાઇલ દફતરે કરી છે, કારણ શું ? લાંચ ના આપી માટે.
હું એસીબીમાં ના જઈ શક્યો કે મારી પાસે કોઈ પુરાવો નહોતો પુરાવો ઉભો કરતા પહેલા જ હર્ષિલ ને શંકા ગઈ. શહેરના મોટા ગજાના બિલ્ડરને ત્યાં હર્ષિલ પટેલ તોડ પાડવા ગયો હતો. જેથી
હર્ષિલ પટેલ તો મોહરું છે એની ઉપર ગુન્હો દાખલ કરી રિમાન્ડ મેળવો તો કયા મોટા અધિકારીનો વહીવટ કરતો હતો એ ખબર પડે અને સમાજ માં દાખલો બેસે
સસ્પેંડ કરવા થી કે બદલી કરવાથી કોઈ ફર્ક પડતો નથી એ તો જ્યાં બદલી થઇ છે ત્યાં લોકોને લૂંટશે. સસ્પેંડ કે બદલી કરવા થી ફરી લાંચ નહીં લે એ ની કોઈ ગેરેન્ટી નથી. મારું કામ થાય તેમ હતું તેમ છતાં લાંચ ના આપી માટે નથી કર્યું. બરાબર તપાસ કરો તો ખબર પડે.
મારા જેવા ઘણા અરજદારો છે. અથવા આ કેસ એસીબી ને સોંપો તો ખબર પડે કે હર્ષિલની આવક પર ફોરેન્સિક ઓડિટ થાય.
વધુમાં તેમણે એમ પણ જણાવ્યું છે કે તમારી સરકારમાં અધિકારીઓ બેફામ બન્યા છે સાત લાખની કિંમતની જમીનના પાંચ લાખ રૂપિયા તો લાંચ માંગે છે.

Most Popular

To Top