વીસી ઓફિસમાં ફ્લોર પર બેસી જઈ રામધૂન બોલાવી :
40 સીટોની સામે 2800 વિદ્યાર્થીઓએ એન્ટરન્સની એક્ઝામ આપી છે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.2
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડિપાર્ટમેન્ટ MSW અને MHRMમાં સીટ વધારવાના મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હેડ ઓફિસ ખાતે રામધૂન બોલાવી ઈ.વાઇસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે,ઈવીસીએ વિદ્યાર્થી સંગઠનની રજૂઆત સાંભળી પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાંહેધરી આપી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અગાઉ પણ બેઠકો વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે બુધવારે ફરી એકવાર બેઠકો વધારવા માટે હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં ઈવીસીની ઓફિસમાં જ ધરણા પર બેસી વિરોધ કરી રામધૂન પણ બોલાવી હતી. એબીવીપીના અધ્યક્ષ હર્ષિલ રબારીએ જણાવ્યું હતું કે , ગત.તા. 12 જૂનના રોજ એબીવીપી દ્વારા રજૂઆત કરી હતી કે એમએચઆરએમ અને એમએસડબલ્યુના વિદ્યાર્થીઓની સીટોમાં વધારો કરવામાં આવે. 40 સીટોની સામે 2800 વિદ્યાર્થીઓએ એન્ટરન્સની એક્ઝામ આપી છે. વિદ્યાર્થીઓ એડમિશન માટે તરફડિયા મારે છે. પરંતુ, યુનિવર્સિટી પ્રશાસન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ બંને વિભાગમાં સીટોમાં વધારો કરવામાં આવતો નથી આ વર્ષે ફરી એકવાર એબીવીપી દ્વારા આ બીડું ઉપાડ્યું છે કે જ્યાં સુધી એમ એચ આર એમ અને એમએચડબલ્યુમાં સીટોમાં વધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી નવા આંદોલનો કરતા રહીશું. સાથે લો ફેકલ્ટીનું મેરીટ લીસ્ટ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ભૂતકાળમાં પણ અમે આઠ તારીખે પણ મુદ્દો લીધો હતો કે વિદ્યાર્થીઓનું મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવે. આ આટલા સમયની અંદર અન્ય કોલેજોમાં મેરીટ લીસ્ટ ધીરે ધીરે બહાર આવી જાય છે પણ આ એડમિશન પ્રોસેસ કેમ અટકી રહે છે તે માટે આજે રજૂઆત કરી છે. એમ એચ આર એમ અને એમ એસ ડબલ્યુ ના વિદ્યાર્થીઓના એડમિશન હેડ કમિટીને અમારી સમક્ષ મૂકવામાં આવે અને અમારા પ્રશ્નો છે એનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
Box
અમે એમના પ્રશ્ન સોલ્વ કરવા માટે તત્પર છે. :
9 થી 10 પ્રશ્નો છે, એની માટે વિદ્યાર્થી સંગઠને રજૂઆત કરી છે. અમે દરેક ડીન સાથે સંકલન કર્યું છે. એમની સમક્ષ અને સંકલનને આધારે જેટલા નિર્ણયો લેવાયા છે. અત્યારે લઈ લીધા છે. બે ત્રણ પોલિસી મેટર છે. એટલે એમાં અમારે હાયર ઓથોરિટી પાસે જવું પડે. જેનો નિર્ણય અને વિદ્યાર્થીઓ છે અમે વિદ્યાર્થીઓ માટે જ બેઠા છે અને તેમનું કામ થશે તો અમને ખૂબ આનંદ થશે. એટલે અમે એમના પ્રશ્ન સોલ્વ કરવા માટે તત્પર છે : પ્રો.ધનેશ પટેલ ઈ.વીસી