Vadodara

સમગ્ર રાજ્યમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મદદનીશ કેળવણી નિરીક્ષકોની બઢતી સાથે બદલી, જાણો કોણ ક્યાં ગયું.

મદદનીશ કેળવણી નિરીક્ષક રજનીકાંત પટેલની ડભોઇ તાલુકા પ્રા.શિક્ષણાધિકારી તરીકે બઢતી :

તા.પ્રા.શિક્ષણાધિકારી વર્ગ-2 સંવર્ગના 11 અધિકારીઓની તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના 23 કેળવણી-મદદનીશ કેળવણી નિરીક્ષકની બદલી કરાઈ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.1

રાજ્યમાં ફરી અધિકારીઓની બદલીઓનો દોર શરૂ થયો છે. શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-2 સંવર્ગના 11 અધિકારીઓની તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ ખાતે ફરજ બજાવતા 23 કેળવણી નિરીક્ષક મદદનીશ કેળવણી નિરીક્ષકની બઢતી સાથે બદલીના આદેશ કર્યા છે.

શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 1 જુલાઈ મંગળવારના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિ ખાતે ફરજ બજાવતા કેળવણી નિરીક્ષક મદદનીશ કેળવણી નિરીક્ષકોના બઢતી સાથે બદલીના આદેશ કર્યા હતા. જેમાં વડોદરા મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે ફરજ બજાવતા રજનીકાંત રમણભાઈ પટેલની ડભોઇ ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં આણંદના મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે ફરજ બજાવતા ભાવિનભાઈ પરસોત્તમભાઈ પટેલની મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ખાતે, ખેડાના મદદની કેળવણી નિરીક્ષક કિરીટકુમાર સુખાજી અસારીની સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે, ગાંધીનગર ખાતે મદદનીશ કેળવણી નિરીક્ષક ગાયત્રીબેન ભરતકુમાર જોશીની આણંદ ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે, ગાંધીનગરના મદદનીશ કેળવણી નિરીક્ષક લીનાબેન.જે. તળાજીયાની ખેડાના મહુધા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, આણંદના મદદનીશ કેળવણી નિરીક્ષક જીતેન્દ્રભાઈ જસાભાઈ શુકલની મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની બદલીમાં ખેડાના નડિયાદ ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે ફરજ બજાવતા આર.આર.પરમારની વડોદરા જિલ્લાના કરજણ ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ખાતે, છોટાઉદેપુરના બોડેલી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીથી જીગ્નેશકુમાર જે વણકરની પોરબંદરના કુતિયાણા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે, ગાંધીનગરના દેહગામથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ખાતે જે.એમ.મોદીની ખેડા જિલ્લાના કપડવંજ ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી હતી.

Most Popular

To Top