Shahera

પાનમ ડેમમાંથી ૩૭૪૭ ક્યુસેક પાણી નદીમાં છોડાયું, જળાશયમાં સતત પાણીની આવક ચાલુ

જળસ્તર ૧૨૫.૦૫ મીટરે પહોંચતાં, નદી બે કાંઠે વહેતી થઇ આસપાસના વિસ્તારોમાં નદીનું દ્રશ્ય આનંદદાયક બની ગયું


શહેરા: પાનમ ડેમના ઉપરવાસમાં વરસાદની સારી આવકને પગલે ડેમમાં પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. પાણીની આવકને ધ્યાનમાં રાખી ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે જળ સંસાધન વિભાગ દ્વારા જળાશયનો એક ગેટ ચાર ફૂટ ખોલીને ૩૭૪૭ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું હતું.

જળસ્તર ૧૨૫.૦૫ મીટરે પહોંચતાં, નદી બે કાંઠે વહેતી થઇ હતી અને આસપાસના વિસ્તારોમાં નદીનું દ્રશ્ય આનંદદાયક બની ગયું છે. હાલ પણ ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેતાં, આગામી સમયમાં તબક્કાવાર પાણી છોડવાની શક્યતા અધિકારીઓએ દર્શાવી છે.

સ્થાનિક વાસીઓ અને ખેડૂતો માટે આ પાણી વરદાનરૂપ સાબિત થઈ શકે છે, જો કે નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top