વડોદરા: સિંધરોટની જમીનના વિવાદમા સંડોવાયેલા ત્રણ નાયબ મામલતદારને કલેકટરે સસ્પેન્ડ કરવા સાથે બદલી કરી નાખી છે.
વડોદરાની કલેકટર કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. તેમાં સિંધરોટનો જમીન વિવાદ બહાર આવતા જિલ્લા ક્લેક્ટરને તાત્કાલિક ખાતાકીય પગલા લેવાની ફરજ પડી છે. મોડી સાંજે લેવાયેલા નિર્ણયથી કચેરીમાં ખળભળાટ મચી ગયો હતો.
જમીન સુધારણા કચેરીના નાયબ મામલતદાર મહાવીરસિંહ સીનોલને સસ્પેન્ડ કરી દેવાયા હતા અને કરી ડેસરમા બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો.ચર્ચાસ્પદ મનાતા હર્ષિલ પટેલને સસ્પેન્ડ કરી શિનોર બદલી કરાઇ હતી અને એક બીજા ઉપર દોષનો ટોપલો ઢોળવામાં ભેદી ભૂમિકા ભજવતા આરટીએસ વિભાગના નાયબ મામલતદાર મહાવીરસિંહ ગોહિલને સસ્પેન્ડ કરીને ડભોઇ બદલીનો હૂકમ થઈ ગયો હતો.