વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ફૂડ વેન્ડીંગ યુનિટ્સ, રેસ્ટોરાં, રીટેલર, હોલસેલર, ઉત્પાદકો અને રીપેકરો પર સઘન ઈન્સ્પેક્શન હાથ ધરાયું હતું. ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા આઇસક્રીમ, પનીર, આમલીની ચટણી, તૈયાર ખોરાક, તેલ, મસાલા, પાણી, ફ્રોઝન ડેઝર્ટ સહિતનાં નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ફતેગંજ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયેલાં ૨૧ નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે આ તમામ નમૂનાઓ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સુરક્ષાના ધોરણો પર ખરા ઉતર્યા નથી અને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ આવા વેપારીઓ સામે કાયદેસર પગલાં લેવામાં આવશે.
માંજલપુર, રાવપુરા, સેવાસી, રેસકોર્સ, માણેજા, મકરપુરા, અટલાદરા, છાણી, પ્રતાપનગર, હાથીખાના, ચોખંડી, નીઝામપુરા, સમા, આજવા રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાંથી નમૂનાઓ લેવામાં આવ્યા હતા.
નાપાસ થયેલા મુખ્ય ખાદ્ય પદાર્થો અને સંબંધિત ધંધાર્થીઓની વિગત:
- સંતુષ્ટી શેક્સ (માંજલપુર) – રાજભોગ આઇસક્રીમ
- શ્રી મોહન ભજીયા હાઉસ (રાવપુરા) – આમલીની ચટણી
- કબીર હોસ્પિટાલિટી (સેવાસી) – પનીર
- વેલોસીટી હોફપિટલિટી (રેસકોર્સ) – ચીકન લાહોરી, પનીર દરબારી
- શીવમ એન્ટરપ્રાઇઝ (માણેજા) – રિફાઇન્ડ કોટનસીડ તેલ
- જનરલ ફુડ એન્ડ કેમિકલ (મકરપુરા) – કોર્ન ફ્લોર
- લક્ષ્મીનારાયણ રિસોર્ટ (અટલાદરા) – પનીર બટર મસાલા
- બજરંગ આઇસ ફેક્ટરી (છાણી) – પેકેજ્ડ પીણાનું પાણી
- સમથ લકડાઘાણી (છાણી) – મગફળીનું તેલ
- જય સાઈ એજન્સી (પ્રતાપનગર) – વેનીલા આઇસક્રીમ
- દેવરાજ એન્ટરપ્રાઇઝ (હાથીખાના) – અંજીર
- શીવમ મસાલા મિલ (ચોખંડી) – મરચા પાવડર
- કામાથ્સ નેચરલ રીટેઇલ (રેસકોર્સ) – કેસર પીસ્તા આઇસક્રીમ
- બ્લીન્કીટ કોમર્સ (વડોદરા) – બટર સ્કોચ ફ્રોઝન ડેઝર્ટ
- વાડીલાલ એન્ટરપ્રાઇઝ (નીઝામપુરા) – બ્લેક કરંટ આઇસક્રીમ
- રાજરાજેશ્વરી જ્યુશ એન્ડ આઇસક્રીમ (નીઝામપુરા) – રાજભોગ આઇસક્રીમ
- શ્રી રાજસ્થાન કુલ્ફી હાઉસ (સમા) – સીતાફળ આઇસક્રીમ
- ઇન્નાની આઇસક્રીમ મેન્યુફેક્ચરિંગ (આજવા રોડ) – ગોલ્ડન પર્લ આઇસક્રીમ, રાજભોગ