વરસાદથી પડેલા ખાડાઓ અને વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર સામે આપનો હલ્લાબોલ
વડોદરા: વિસાવદર પેટા ચૂંટણીના વિજય પછી આમ આદમી પાર્ટીમાં જાણે ફરી પ્રાણ ફૂંકાયા હોય તેમ મેદાનમાં આવી છે. આજે આપના કાર્યકરોએ વડોદરા મહાનગરપાલિકામાં મેયરની ઓફીસ બહાર હંગામો મચાવી મેયરની નેમ પ્લેટ ઉપર સ્યાહી ફેંકીને પ્લેટ તોડી નાંખી હતી. મેયર હાય હાયના નર લગાવ્યા હતા.
શહેરના મુખ્ય માર્ગો પર ચોમાસાની શરૂઆતમાં જ ઊંડા ખાડાઓ થઈ ગયા છે, જેના કારણે વડોદરા “ખાડોદરા” બની ગયું છે. સાથે સાથે, ગત વર્ષે આવેલા ભયાનક પૂર બાદ અમલમાં આવેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મેયર ઓફિસ ખાતે પહોંચ્યા અને ઉગ્ર રજૂઆત કરી. મેયર ગેરહાજર હોવાને કારણે કાર્યકર્તાઓએ રોષે ભરાઈ જઈ મેયરના કેબીન બહાર લગાવેલી નેમપ્લેટ તોડી નાખી અને નારાબાજી શરૂ કરી હતી. ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ કાયદો અને વ્યવસ્થા જાળવવા કાર્યવાહી હાથ ધરી હતી. સુરક્ષાને ધ્યાને લઈ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો મુખ્ય દરવાજો તાત્કાલિક બંધ કરી દેવાયો હતો. આપના એક મહિલા કાર્યકર્તાએ મેયર વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કર્યો હતો.