National

તેલંગાણાની કેમિકલ ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ: 12 મજૂરના મોત, 34થી વધુ ઘાયલ

તેલંગાણા રાજ્યના સંગારેડ્ડી જિલ્લાના પાસમેલારામ ફેઝ-1માં આવેલી સિગાચી ફાર્મા કંપનીમાં આજે સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક અહેવાલ મુજબ, ફાર્મા કંપનીના રિએક્ટરમાં થયેલા બ્લાસ્ટ બાદ આગ લાગી અને સમગ્ર ફેક્ટરીમાં ભયાનક તબાહી મચી ગઈ હતી.ઘટનામાં 12 મજૂરના મોત થયા છે.જ્યારે 34થી વધુ મજૂરો ઘાયલ થયા હોવાનું જણાવાયું છે.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે અનેક કામદારો અંદર ફસાઈ ગયા હતા. હૈદરાબાદથી થોડે દૂર આવેલી આ ફાર્મા કંપનીમાં લાગેલી આગના ધુમાડા દૂરથી જ જોઈ શકાયા હતા. સ્થાનિક લોકોએ તરત જ ઘટના અંગે તંત્રને જાણ કરી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 11જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી અને આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા.

ફાયર વિભાગ અને પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ કાર્યમાં લાગી ગયા છે. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને ગંભીર રીતે દાઝેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં મૃતકોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

અહેવાલો અનુસાર, વિસ્ફોટ સમયે રિએક્ટર નજીક ઘણાં કામદારો હાજર હતા. વિસ્ફોટ પછી આગ ઝડપથી ફેલાઈ, જેના કારણે અંદર મજૂરો ફસાઈ ગયા. ઉત્તર પ્રદેશ, ઓડિશા અને અન્ય રાજ્યોના ઘણા કામદારો અહીં કાર્યરત હતા. જોકે, મોટાભાગના કર્મચારીઓ ફેક્ટરીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.

12 જેટલા મજૂરોના મોત:
પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, અકસ્માત દરમિયાન ફેક્ટરીમાં હાજર 10લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જોકે, હજુ સુધી કોઈના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ઘણા લોકો માંડ માંડ બચી ગયા:
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અકસ્માત સમયે ઘણા કામદારો રિએક્ટર પાસે કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ પછી, આગ આખી ફેક્ટરીમાં ફેલાઈ ગઈ, જેના કારણે ઘણા લોકો અંદર ફસાઈ ગયા. આગ લાગ્યા પછી, મોટાભાગના કર્મચારીઓ બહાર નીકળવામાં સફળ રહ્યા. જોકે બીજા ઘણા લોકો આગમાં ખરાબ રીતે દાઝી ગયા છે.

Most Popular

To Top