Vadodara

મનરેગા કૌભાંડમાં સામેલ કોંગ્રેસના નેતાનું એસ.એસ.જી.હોસ્પિટલમા મેડિકલ ચેકઅપ કરાવાયું

ભરુચના રૂ.7.49 કરોડના મનરેગા કૌભાંડમાં માસ્ટર માઇન્ડ તરીકે કોંગ્રેસના નેતા હીરા જોટવા હોવાનું સામે આવ્યું છે

મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં છ લોકોની પોલીસે અટકાયત કરી*


(પ્રતિનિધિ) વડોદરા તા. 29

ભરુચના રૂ.7.49કરોડના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં માસ્ટર માઇન્ડ તરીકે ગણાતા કોંગ્રેસના નેતા હીરા જોટવાને મેડિકલ ચેકઅપ માટે એસ.એસ.જી.હોસ્પિટલમા લાવવામાં આવ્યા હતા જ્યાં વડોદરાના કોંગ્રેસના આગેવાનો અને વકીલો તેઓને મળવા માટે ઉમટી પડ્યા હતા.


બહુચર્ચિત ભરુચ મનરેગા કૌભાંડ બહાર આવ્યા બાદ એક પછી એક મોટા માથાઓ જેલમાં ધકેલાઇ રહ્યાં છે. ત્યારે ભરુચના રૂ. 7.49 કરોડના મનરેગા કૌભાંડમાં માસ્ટર માઇન્ડ તરીકે ગણાતા કોંગ્રેસના નેતા હીરા જોટવાને મેડિકલ ચેકઅપ માટે વડોદરા શહેરના એસ.એસ.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેની જાણ થતાં વડોદરા કોંગ્રેસના આગેવાનો તથા વકીલો ઉમટી પડ્યા હતા. હીરા જોટવા હાર્ટના પેશન્ટ હોય એસ.એસ.જી.હોસ્પિટલમા ઇસીજી કરાવાયો હોવાનું જાણવા મળ્યું છે. મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા lના પુત્ર દિગ્વિજય જોટવા સહિત કુલ 4 આરોપીઓની શનિવારે ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

ભરુચ જિલ્લામાં મનરેગા અંતર્ગત રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતાં એક પછી એક મોટા નામો બહાર આવી રહ્યાં છે. આ કેસમાં મનરેગા કોભાંડના મુખ્ય માસ્ટર માઇન્ડ કોંગ્રેસના નેતા હીરા જોટવા તથા એક સરકારી કર્મચારી અટકાયત બાદ શનિવારે હીરા જોટવાનો પુત્ર દિગ્વિજય જોટવા, જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાળી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ તથા વચેટિયા શરમન સોલંકીને પણ જેલમાં મોકલી અપાયા હતા. ભરુચ પોલીસે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 6 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. આ કેસમાં હજી વધુ લોકો ઝડપાય તેવી શક્યતા છે ત્યારે કોંગ્રેસના નેતા હીરા જોટવા કે જેઓ હાર્ટના પેશન્ટ છે તેઓને ભરુચના સિવિલ હોસ્પિટલમાં ઇ‌.સી.જી. મશીન ન હોવાથી વડોદરા શહેરના એસ.એસ.જી હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા હતા. જેની જાણ થતાં વડોદરા કોંગ્રેસના આગેવાનો તથા વકીલ પણ દોડી આવ્યા હતા.

Most Popular

To Top