વડોદરા : ભદ્ર કચેરી ડીસીપી ઓફિસ ખાતેના મેઈનરોડ પર ત્રણ જેટલા વીજ પોલ આવેલા છે.જેની લાઈનો ખુલ્લી છે.જેમાં એક ગાયને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજયું હતું. સ્થાનિક લોકોએ અગાઉ પણ આ ખુલ્લી વીજ લાઈનોને લઈ રજૂઆત કરી હતી છતાં જીઈબી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.ત્યારે, હજુ પણ લોકોમાં વીજ કરંટ લાગવાનો ભય ફેલાયો છે.હાલ વરસાદી માહોલ હોઈ ત્યારે ઘણી જગ્યા પર લટકતા વીજ વાયરો અને વીજ ટ્રાન્સફોર્મરમાં ખુલ્લા વીજ વાયરો અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે.