Vadodara

વડોદરા : જ્વેલર્સની દુકાનમાંથી 3 મંગળસૂત્ર લઈ ગઠિયો ભાગ્યો, ટોળાએ પકડી બરાબરનો મેથીપાક ચખાડયો



મકરંદ દેસાઈ રોડ ઉપર આવેલી દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો ચોરે ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહયુ, સોની સ્કેનર લેવા ગયા ત્યારે ગઠીયાએ કલટી મારી પણ આખરે ઝડપાઇ ગયો

વડોદરા તારીખ 29

વડોદરા શહેરના શહેર વાસણા વિસ્તારમાં મકરંદ દેસાઈ રોડ ઉપર આવેલી સોનીની દુકાનમાં ગ્રાહક ના સ્વાંગમાં ખરીદી કરવા માટે આવેલો ગઠિયો 3 ત્રણ મંગળસૂત્ર લઈને બાઈક પર ભાગ્યો હતો. સોનીએ ચોર ચોરની બૂમો પાડતા ગઠિયાની બાઇકને થોડેક દૂર જ અકસ્માત થતા તે પડી ગયો હોય તેને ઝડપી પાડી ટોળાએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. પોલીસ આવતા ચોર પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે તેની સારવાર કરાવ્યા બાદ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના સૈયદ વાસણા વિસ્તારમાં પર આવેલા મકરંદ દેસાઈ રોડ ખોડીયાર ડેરીની બાજુમાં રાજીવનગર- 1માં આવેલી જવેલર્સની દુકાન આવેલી છે. આ સોનીની દુકાનમાં 28 જૂનના રોજ મોડી સાંજના એક શખ્સ ગ્રાહકના સ્વાંગમાં મંગળસૂત્ર ખરીદવા માટે આવ્યો હતો. ત્યારબાદ ગઠિયાએ સોનીને મંગળસૂત્ર બતાવવા માટે કહ્યું હતું. જેથી સોનીએ તેને અલગ અલગ મંગળસૂત્ર બતાવ્યા હતા. ત્યારે આ ગઠીયાએ ફોન પર વાત કર્યા બાદ ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહ્યું હતું. સોની સ્કેનર લેવા માટે ગયા હતા ત્યારે આ ગઠિયો ત્રણ મંગળસૂત્ર લઈને ભાગ્યો હતો. સોનીએ દુકાનની બહાર આવી ચોર ચોરની બૂમો પાડતા ગઠિયાની બાઇકને થોડે દૂર જ અકસ્માત થતા તે પડી જતા તેને ટોળાએ ઝડપી પાડ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ ગઠિયાને બરાબરનો મેથીપાક ચાખડ્યા બાદ તેની પાસેથી ચોરી કરેલા ત્રણ મંગળસૂત્ર પણ કબ્જે કરી સોનીને આપ્યા હતા. પોલીસ કંટ્રોલ રૂમમાં ચોર પકડાયો હોવાની જાણ કરવામાં આવી હતી. જેથી ગોત્રી સહિતની એલસીબી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી. ત્યારે ટોળા દ્વારા ચોર પોલીસને સોંપવામાં આવ્યો હતો. લોકો દ્વારા ચોરને માર મારવામાં આવ્યો હોવાથી અર્ધ બેભાન હાલતમાં હોય તેનાથી ઉઠાતું પણ ન હતું.જેથી તેને 108 એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર પર ઊંઘાડી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ગોત્રી પોલીસે ચોરની સારવાર કરાવ્યા બાદ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top