( પ્રતિનિધિ )વડોદરા,તા.28
શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજે વધુ એક મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. કારેલીબાગ વિસ્તારમાં કાશીબા હોસ્પિટલની પાછળના ભાગેથી પસાર થતી નદીમાં મગરનો મૃતદેહ જણાતા અહીં વન વિભાગની ટીમ પહોંચી હતી અને મગરના મૃતદેહનો કબજો લીધો હતો.
આ સાથે અંદાજે ત્રણ મહિનામાં ૯ મહાકાય મગરના મોત થયા હોવાના અહેવાલ છે. હાલ વન વિભાગ દ્વારા મગરના મૃતદેહનો કબજો લેવા સાથે તેના મોતનું કારણ જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આટલી સંખ્યામાં મગરના મોત કયા કારણસર થાય છે તેની ચોક્કસ તપાસ બહાર નહીં આવે તો આગામી દિવસોમાં હજુ વધુ મગરના મૃતદેહ મળે તેવી સ્થિતિ નિર્માઈ શકે છે.