વ્યવસાય બરાબર ચાલતો ન હોય આર્થિક સંકળામણમાં આવી 9 માળની બિલ્ડિંગ પરથી પડતુ મુક્યું
પ્રતિનિધિ વડોદરા તા.26
ગોત્રી વિસ્તારમાં આવેલી બેલોસિમા ફ્લેટમાં રહેતા અને વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતા 43 વર્ષીય મહિલાએ વ્યવસાય બરાબર ચાલતો ન હોય છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકળામણ અનુભવતા હતા. દરમિયાન 9 માળની બિલ્ડિંગના છત પરથી નીચે કુદીને આપઘાત કરી લીધો હતો. ગોત્રી પોલીસે લાશનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં બેલોસિમા ફ્લેટમાં રહેતા 43 વર્ષીય મહિલા ટ્વિન્કલબેન તેમના પતિ તરંગકુમાર પારેખ સાથે ધંધામાં વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી વિઝાનો વ્યવસાય બરાબર ચાલતો ન હોવાના કારણે આર્થિક સંકળામણ અનુભવતા હોય તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા અને ટેન્શનમાં રહેતા હતા. દરમિયાન 26 જૂનના રોજ તેમના બે બાળકોને સ્કૂલમાં મોકલી દીધા હતા. જ્યારે તેમના પતિ બેડરૂમમાં ઉઘી રહ્યા હતા. તે દરમિયાન બેલોસિમા ફ્લેટના 9 માં માળના છત પર જઇને નીચે કુદીને આપઘાત કરી લીધી હતો. ગોત્રી પોલીસને મહિલાના આપઘાત બાબતે જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.