ચપ્પલ કેનાલમાં પડી ગયું હોય તે કાઢવા જતાં બંને ડૂબ્યા
વડોદરા : શહેરના ગોત્રી જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલમાં મેડિકલનો અભ્યાસ કરતા પ્રેમ માતંગ અને આદિત્ય રામકૃષ્ણ જેઓ સુરત અને જામનગરના વતની હતા અને ગોત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેઓના અંકોડિયા ખાતે આવેલી નર્મદા કેનાલમાં ડૂબી જતાં મોત નિપજ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોત્રી હોસ્પિટલમાં મેડિકલ નો અભ્યાસ કરતા પ્રેમ માતંગ અને આદિત્ય રામકૃષ્ણ જેઓ સુરત અને જામનગરના વતની હતા. તેઓ બંને મેડિકલના વિધ્યાર્થીઓ અંકોડિયા ખાતેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે બુધવારે સાંજે આશરે સાડા ચાર થી પાંચ વાગ્યા દરમિયાન ગયા હતા. જ્યાં એક વિદ્યાર્થીનું ચપ્પલ પાણીમાં પડી જતાં તે બહાર કાઢવા માટે ગયા હતા. જેમાં એક વિધ્યાર્થીને તરતાં આવડતું હતું. જ્યારે બીજાને તરતાં આવડતું ન હતું .જેથી એક વિધ્યાર્થી તણાતા તેને બચાવવા જતાં બીજો વિધ્યાર્થી પણ ડૂબ્યો હતો.

જે અંગેની જાણ કોઇ નાગરિક દ્વારા ફાયરબ્રિગેડ ને કરાતાં ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા સ્થાનિકોની મદદથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.સમગ્ર મામલે ગોત્રી મેડિકલ કોલેજમાં ગમગીની છવાઇ ગઇ હતી.