ચાર કલાકમાં છ ઈંચ વરસાદ થતા નગરના મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા
હાલોલ:
હાલોલમાં અતિભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું છે. હાલોલ શહેર પાણીમાં ગરકાવ થયું છે. કેટલાક લોકોના ઘરમાં તેમજ દુકાનોમાં પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સૂન કામગીરી સામે અસંખ્ય સવાલો ઊભા થયા છે. જયારે પાવાગઢ તરફથી યમુના કેનાલ દ્વારા આવતા પાણીનો પ્રવાહ વધી જતા રામપરીના પૂલ પાસે કેબીનમાં બેઠેલી 50 વર્ષીય હશીના રઝાક નામની મહિલા કેબિન સાથે મહિલા તણાઈ ગઈ હતી. તેઓની શોધખોળ કરતા થોડે દૂરથી મળી આવતા તેઓને તાત્કાલિક સારવાર રેફરલ હોસ્પિટલના ખસેડતા વરસાદી પાણી વધુ પી જતા તેનું મોત નીપજ્યું હતું

હાલોલમાં મંગળવારના રોજ બપોરના એક વાગ્યાથી ધમાકેદાર શરુ થયેલા ભારે વરસાદને લઇ નગરના તમામ વિસ્તારમાં પાણી પાણી થઇ ગયું હતું. ચાર કલાકમાં છ ઈંચ વરસાદ થતા નગરના મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયા હતા. જેમાં કેટલાક ઘરોમાં તેમજ દુકાનોમાં પણ પાણી ભરાઈ હતા. દરેક રોડ ઉપર ગોઠણસમા પાણી વહેતા કેટલાક ટૂવીલર વાહનો પણ તણાયા હતા. કુદરત સામે માનવ સિસ્ટમ ઠપ થઇ ગઈ હતી. પાણી ભરાઈ ગયેલા વિસ્તારના રહીશોના જીવ તારવે ચઢી ગયા હતા. અતિ ભારે વરસેલા વરસાદને કારણે લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હતું. નગરમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે નગરના દરેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા આ વિસ્તારના રહીશો વહીવટી તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે.

કાળીભોંય વિસ્તારમાં પાણી ભરાઈ જતા અમને બચાવો તેવા મેસેજ છોડવામાં આવ્યા હતા. શહેરની ચારે બાજુથી તંત્ર પર કામગીરી માટેના ફોનની વર્ષા થઈ હતી.
.