Jambhughoda

જાંબુઘોડા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બજારો થયા સુમસામ

જાંબુઘોડામાં 75 મિમી જેટલી વરસાદ થતાં આજુ બાજુ ના વિસ્તારના નદી નાળા અને કોતર માં પણ પાણીની આવક જોવા મળી

રાજ્ય ધોરી માર્ગ ઉપર ઝરી ગામે કેરેવન રિસોર્ટ પાસે કોતરમાં પાણી નો પ્રવાહ વધી જતા બે કલાક જેટલો આ રસ્તો વાહન વ્યવહાર માટે થંભી ગયા

પ્રતિનિધિ જાંબુઘોડા

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી પાંચ દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં તારીખ 24/25 ના રોજ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત ના દરેક જિલ્લાને તારીખ 24 અને 25 આમ બે દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે તારીખ 24 ના રોજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધોધમાર વરસાદ તંત્રના અધિકારીઓ પણ એલર્ટ મોડ પર રહ્યા હતા.

પંચમહાલ જિલ્લાના ચેરાપુંજી તરીકે ઓળખાતા જાંબુઘોડા વિસ્તારમાં પણ મેઘો ખૂબ વરસ્યો હતો અને રોડ રસ્તા ઓ ઉપર વરસાદી પાણી ભરાયા હતા. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી સમગ્ર મધ્ય ગુજરાત માં આ વરસાદ થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. તારીખ 24 ના રોજ જાંબુઘોડામાં 75 મિમી જેટલી વરસાદ થતાં આજુ બાજુના વિસ્તારના નદી નાળા અને કોતરોમાં પણ પાણીની આવક જોવા મળી હતી. જાંબુઘોડા રાજ્ય ધોરી માર્ગ ઉપર ઝરી ગામે કેરેવન રિસોર્ટ પાસે કોતરમાં પાણીનો પ્રવાહ વધી જતા બે કલાક જેટલો આ રસ્તો વાહન વ્યવહાર માટે થંભી ગયો હતો અને વાહન ચાલકોએ પાણી નો પ્રવાહ ઓછો થાય તેની રાહ જોઈ બેસી રહ્યા હતા. જ્યારે પાણીનો પ્રવાહ ઓછો થતાં રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ થયો હતો. વધુ વરસાદના કારણે અનેક વાહનોને પોતાના વાહનોની લાઇટો ચાલુ કરી વાહન ચલાવવાની ફરજ પડી હતી.

Most Popular

To Top