Kalol

કાલોલ તાલુકાની 24 ગ્રામ પંચાયત ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન


કાલોલ:
કાલોલ તાલુકાની ૨૬ ગ્રામ પંચાયત પૈકી ૨ ગ્રામ પંચાયત સમરસ થવાથી ૨૪ ગ્રામ પંચાયતોની ચૂંટણી આજરોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. દેલોલ, ઝાંખરીપુરા,વરવાળા, ઝેરના મુવાડા, અંબાલા, ખંડેવાળ, નેસડા, ડેરોલ સ્ટેશન, દેવપુરા, દેવ ચોટિયા, ફતેપુરી, અલવા(ઝીલીયા), ઘોડા, હિંમતપુરા, મધવાસ, બરોલાની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. કુલ
28 મતદાન મથકો પૈકી સાત સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હાલોલ ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ 1 પીઆઇ, 2 પીએસઆઈ, 35 એએસઆઈ/હેડ કોન્સ્ટેબલ, 52 હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મતદારોએ ભારે ઉત્સાહથી મતદાન કર્યું હતુ.

Most Popular

To Top