સવારે 7 થી 3 વાગ્યા સુધીમાં 62 % મતદાન નોંધાયું
ગરબાડા: ગરબાડા તાલુકામાં 18 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 2 ગ્રામ પંચાયતોની પેટા ચુંટણી યોજાઈ હતી. જે માટે કુલ 79 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને 59 ઉમેદવારો સરપંચ બનવા ચૂંટણી લડ્યા હતા. ચુંટણી બેલેટ પેપર મારફતે યોજાઈ હતી.

સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારના 7 થી 3 કલાક સુધીમાં 62% સરેરાશ મતદાન થયું હતી. ત્યારબાદ 6 વાગ્યા સુધીમાં અંદાજે 75 ટકા મતદાન પૂર્ણ થયું હતું. સરપંચ તેમજ સભ્ય પદ ના ઉમેદવારો નું ભાવિ પેટીમાં પેક થયું છે જેની મતગણતરી તારીખ 25 જૂન ના રોજ ગરબાડા ખાતે યોજાશે.
