Shinor

શિનોર પ્રાથમિક આરોગ્યમાં સોલારની બેટરી અને પલંગની ચોરી


શિનોર: શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તારીખ 19/ 6 /2025 ના બપોરના સાડા ત્રણ કલાકે બિલ્ડીંગની ટેરેસની સફાઈ કરવા માટે ક્લાસ ફોરના કર્મચારી ગયા હતા ત્યારે બિલ્ડિંગના સ્ટોર રૂમમાં જતા ધ્યાને આવ્યું કે સોલરની બેટરી નંગ 6 અને લોખંડનો ફોલ્ડિંગ પલંગ નંગ એક પણ જ્યાં મૂકવામાં આવે છે ત્યાં ન હતા. પછી બધા બાથ રૂમની તપાસ કરતા બાથરૂમના બહારના કાચ, લોખંડની સાઇડ ગ્રીલ દેખાઈ નહોતી. સ્ટોર રૂમની પાછળથી ચોર ઘૂસ્યા એવું અનુમાન કરવામાં આવે છે. ચોરી માટે પાછળથી પ્રવેશ કર્યો હોય એવું દેખાય છે પાછળનું બારણું પણ ખુલ્લું હતું. બેટરીના ઉપરના નાના નોબ બહાર પડેલા જોવા મળ્યા હતા.

હજીતો બે દિવસ પહેલા ટીંગલોદ ગામે ત્રણ મકાનના તાળા તોડ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો. તેવી જ રીતે જિનિંગ એન્ડ પ્રેશિગ સોસાયટીની મોટરો ચોરી ગયા હતા. ત્યારે
શિનોર તાલુકામાં શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટોર રૂમમાંથી શોલર પેનલની 6 બેટરી અને લોખંડના ફોલ્ડીંગ પલંગ એક નંગ ની ચોરી થઈ છે..
ચોરી કરી તસ્કરોએ શિનોર પોલીસને પડકાર ફેંક્યો છે. હાલ પોલીસ ઔપચારિક તપાસ કરી રહી છે.

Most Popular

To Top