નારી સંત સમાગમમાં સાતસો જેટલી બહેનોએ ભાગ લીધો
(પ્રતિનિધિ) વડોદરા તા. 22
સંત નિરંકારી મિશન દ્વારા શહેરના એસ.એસ.જી.ઓડિટોરિયમ ખાતે ‘નારી સંત સમાગમ’નુ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અલગ અલગ શહેરોમાંથી સાતસો જેટલી બહેનોએ ભાગ લીધો હતો.
નારી શક્તિ એટલે સમાજ માટે મહત્વની તાકાત છે. એક નારી બે ઘરોને તારે છે. પોતાના માતાપિતાને ત્યાં દીકરી જન્મે છે જ્યાં પોતે માતા પિતાના સંસ્કારોનું ગ્રહણ કરે છે અને લગ્ન કરીને સાસરે ગયા બાદ પોતાના બાળકોને સંસ્કાર અને શિક્ષાના સંસ્કાર આપે છે સાથે જ ગૃહસ્થ જીવન થકી સાસરીમાં પણ પોતાનું કર્તવ્ય નિભાવે છે આજે નારી શિક્ષા, ઉધ્યોગ, સૈન્ય,હવાઇ, નૌકાદળ, સાંસ્ક્રુતિક, તમામ ક્ષેત્રે આગળ વધી છે. જેના થકી નારી શક્તિ સાચા અર્થમાં શક્તિસ્વરૂપા તરીકે આગળ છે. સંત નિરંકારી મિશન દ્વારા નારીના આ સંસ્કારોને આગળ લાવવા માટે માર્ગદર્શન અને પ્રેરણા આપી છે.
આજરોજ સંત નિરંકારી મિશન દ્વારા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે ‘નારી સંત સમાગમ’નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા ઝોન 31 ના મહિલાઓ સહિત અલગ અલગ જગ્યાએથી જેમાં વલ્લભ વિદ્યાનગર, ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, વડોદરા સહિતના શહેરોમાંથી સાતસો જેટલી બહેનોએ ભાગ લીધો હતો. ગીત,કવિતાઓ, પ્રવચનો થકી પોતાના સંસ્કારો સાથેની વિચારસરણી રજૂ કરી હતી.એક નારી સંસ્કારની સાથે આપણી સંસ્કૃતિ નું કેવી રીતે સિંચન કરી શકે તે અંગેની વિચારસરણી રજૂ કરી હતી.આ કાર્યક્રમ સંત નિરંકારી મિશન જબલપુરના ખુશ્બુ નાગપાલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.