કાલોલ:
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં માલદાર હાજીની વાડીમાં કેટલાક સમયથી ગંદકીને લઈને સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હાલમાં આ વિસ્તારમાં ભારે ગંદકી તેમજ કાદવ કિચડ ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. સ્થાનિક રહીશોએ તેમની લેખિત અરજીમાં જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે અનેક વખતે ગ્રામ પંચાયતના સતાધીશોને, સ્થાનિક સભ્ય અને તલાટી ક્રમ મંત્રીને પણ મૌખિક રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં આ સ્થાનિક રહીશોનો પ્રશ્ન હજુય યથાવત છે. હાલ ચોમાસાની ઋતુ હોય નજીવો વરસાદ પડવાથી કાદવ કીચડ જેવી ગંદકી જોવા મળી રહી છે. આ ગંદકીને લઇને મચ્છરોનો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે સ્થાનિક રહીશો તેમજ નાના ભૂલકાઓને શાળામાં અવર જવર કરવા તેમજ સિનિયર સીટીઝન વ્યક્તિઓને ખુબજ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશોએ તેમની અરજીમાં આક્ષેપો કરતા કહ્યું હતું કે જો આ ગંદકીને તેમજ આ કાદવ કીચડમાં પાણી ભરેલા ખાડામાં કોઈ વ્યક્તિ પડી જશે અને કોઈ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી વેજલપુર ગ્રામ પંચાયતની રહેશે.
વધુમાં તેમ પણ જણાવ્યું હતું કે અમારી આ અરજીનો વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય નિકાલ નહિ લાવવામાં આવે તો અમે ઉચ્ચ કક્ષાએ ધરણા પ્રદર્શન કરીશું . હવે જોવું રહ્યું કે વેજલપુર ગ્રામ પંચાયત વહીવટી તંત્ર સ્થાનિક રહીશોની મુશ્કેલીઓનો અંત આવશે કે કેમ?