સોમા તળાવ વિસ્તારમાં વરસાદી કાંસની સમસ્યાથી રહીશો પરેશાન
ચોમાસામાં ઘરોમાં પાણી ભરાય છે અને વાહનવ્યવહારમાં ભારે અડચણ આવે છે, કાયમી ઉકેલ માટે તંત્ર પર દબાણ
વડોદરા,: સોમા તળાવ વિસ્તારમાં આવેલી 80 મીટરની વરસાદી કાંસ ચોમાસામાં રહીશો માટે તારાજી સર્જે છે. કાંસમાં વરસાદી પાણી ભરાતા તે રોડના લેવલથી ઉપર આવી જાય છે, જેથી વાહનચાલકોને કાંસમાં પડી જવાનો ભય રહે છે. આ સમસ્યાને કારણે વાહનવ્યવહાર અને રહેણાંક બંનેમાં વિક્ષેપ ઊભો થાય છે.
ચોમાસામાં કાંસમાંથી ઓવરફ્લો થતા રહીશોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે ઘરવખરી અને ફર્નિચરને ભારે નુકસાન થાય છે. રહીશોની ફરિયાદ છે કે, સ્થાનિક કાઉન્સિલર દ્વારા વારંવાર સમસ્યાને ઉજાગર કરવામાં આવે છે, પરંતુ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે અને કોઈ પણ કાયમી ઉકેલ આવ્યો નથી.

રહીશોએ તંત્ર પર દબાણ મૂક્યું છે કે, આ વરસાદી કાંસની સમસ્યાનો વહેલી તકે કાયમી ઉકેલ લાવવામાં આવે. સ્થાનિકોની માંગ છે કે, કાંસની સફાઈ અને વહેણમાં સુધારો કરી, વરસાદી પાણીની વ્યવસ્થાપન પ્રણાલીને અપગ્રેડ કરીને આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે.