કર્મચારીએ હાથમાં પહેરેલા કડા થી એકાઉન્ટ એક્ઝિક્યુટિવના માથામાં ઇજા કરતાં ત્રણ ટાંકા આવ્યા
સમગ્ર મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 18
છાણી જકાતનાકા પાસે ખાનગી કંપનીમાં ફરજ બજાવતા એકાઉન્ટ એક્ઝિક્યુટિવને ગત તા. 17-06-2025 ના રોજ કંપનીમાં જ કામ કરતા કર્મીએ રસ્તામાં રોકીને “તારા લીધે મારો હાફ ડે કપાયો” તેમ જણાવી ઝપાઝપી કરી હાથમાં પહેરેલાં કડાં થી માથામાં મારતાં ઇજા પહોંચાડી હતી સમગ્ર મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના હરણી સમા લિંક રોડ સ્થિત શ્રી સિદ્ધેશ્વર પેરેડાઇઝ ખાતે પાશ્વેક કેતન ચંદ્રકાન્તભાઇ ઠક્કર પોતાના પરિવાર સાથે રહે છે અને છેલ્લા ત્રણેક વર્ષથી છાણી જકાતનાકા પાસે આવેલી પેર્ટન્સ એલ.એલ.સી.કંપનીમા એકાઉન્ટ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે તેઓ ગત તા 16 થી 17 જૂન દરમિયાન પોતાની કંપનીમાં હતા અને વરસાદને કારણે 06:55 કલાકની આસપાસ પગપાળા ઘરે જવા માટે નિકળ્યા હતા જ્યાં તેઓ ચાલતા ચાલતા હુન્ડાઇ ડાઉનટાઉન શો રૂમ છાણી જકાતનાકા પાસે પહોંચ્યા હતા જ્યાં તે જ કંપનીમાં ફરજ બજાવતો કુલદીપસિંગ મથરૂ (સરદાર) એ પાશ્વેક પાસે આવીને “તારા લીધે મારો હાફ ડે કપાયો” તેમ જણાવી ઝપાઝપી કરી છૂટ્ટા હાથની મારામારી કરી ગળાના ભાગે નખ માર્યો હતો તેમજ હાથમાં પહેરેલું કડું માથામાં મારતાં પાશ્વેકને લોહી નિકળવા લાગ્યું હતું આ દરમિયાન સ્ટાફના અન્ય કર્મીએ પાશ્વેકને છોડાવી 108 એમ્બ્યુલન્સ મારફતે અભિલાષા સ્થિત ગોપીનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પાશ્વેકને માથાના ભાગે ત્રણ ટાંકા આવ્યા હતા અને ગળાના ભાગે દુખાવો થતો હોય સમગ્ર મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.