Halol

નગરપાલિકા દ્વારા હાલોલ નગરના મેન બજારમાં દબાણો હટાવાયા

હાલોલ: હાલોલ નગરના મેન બજારમાં ચાલી રહેલી રોડ બનાવવાની કામગીરીમાં અડચણરૂપ દબાણો હાલોલ નગર પાલિકા દ્વારા આજે બુધવારના રોજ દૂર કરાયા હતા.હાલોલ નગરમાં ભૂગર્ભ ગટર યોજનાને લઇ ખોદવામાં આવેલા રોડ રસ્તાને લઇ નગરના તમામ રોડ રસ્તા ખરાબ થઇ ગયા હતા.જેથી દરેક વિસ્તારમાં તબક્કાવાર નવા રોડ રસ્તા બનાવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત હાલોલ મેન બજારમાં હાલમાં રોડની કામગીરી ચાલી રહી છે.જેથી આ વિસ્તારના કેટલાક દુકાનદારોએ દુકાન lની આગળ ઓટલાઓ અને પગથિયાં બનાવી ગેરકાયદેસર દબાણ કર્યા હતા.જેને કારણે બજારના રસ્તા સાંકડા થઈ ગયા હતા.જેને કારણે કેટલીક ફરિયાદો ઉઠી હતી. જેથી તે દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા જણાવ્યું હતું.નછતાં પણ કેટલાક દુકાનદારોએ તે દબાણો દૂર ન કરતા આજે બુધવારના રોજ હાલોલ નગર પાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર પાલીકા ટીમ સાથે પહોચ્યા હતા અને હાલ બની રહેલા નવા રોડ ને અડચણ રૂપ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા.જોકે આ સમયે દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો. થરાદ રોડ ઉપર એક ઝાડ પડી જતા તેને તાત્કાલિક પાલિકાએ જાણ થતા દૂર કરી આજરોજ રસ્તાને તાત્કાલિક ધોરણે ચાલુ કરી દીધો હતો.

Most Popular

To Top