Vadodara

અમદાવાદ થી લંડન જતા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વરણામાના તરલ્લીકાબેનનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો

ગત ગુરુવારે અમદાવાદમાં ગોઝારી અમદાવાદ થી લંડન જતા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વરણામાના તરલ્લીકાબેનનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને લાવવામાં આવતા ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી, ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા અંતિમયાત્રામાં ઉપસ્થિત રહ્યા

ગત ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયા ના ડ્રીમલાઇનર એ આઇ 171 કે જે 230 મુસાફરો, 2 પાઇલોટ અને 10 ક્રૂ મેમ્બર્સ સાથે અમદાવાદ થી લંડન જવા માટે ટેક ઓફ કર્યું હતું અને બપોરે 1:39 કલાકે ગણતરીના સેકન્ડ્સમા દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.આ ગોઝારા અકસ્માતમાં એક ને બાદ કરતા તમામના કરૂણ મૃત્યુ નિપજ્યાં હતાં. મૃતકોના ડીએનએ ટેસ્ટ બાદ હવે મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવી રહ્યા છે ત્યારે આજે વરણામા ના વતની તરલ્લીકાબેનનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને આવી પહોંચ્યો હતો જ્યાં ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. મૃતકના અંતિમયાત્રામાં ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી.

Most Popular

To Top