Vadodara

આસપાસના હજારો પરિવારજનો લાલ જીવડાના ત્રાસથી ત્રાહિમામ

નવાયાર્ડના એફસીઆઈ ગોડાઉનમાં મુકાયેલા અનાજનો જથ્થો સડી રહ્યાનો આક્ષેપ

જવાબદાર તંત્રનું ભેદી મૌન

નવાયાર્ડમાં આવેલું એફસીઆઇના ગોડાઉનમાં સંગ્રહિત અનાજના જથ્થામાં સડો પેસી ગયાની સ્થાનિકો શંકા વ્યક્ત કરી રહ્યા છે.અનાજમાં પડી ગયેલા લાલ જીવડા ઘરમાં તો ઘૂસી જ જાય છે. પરંતુ લોકોની આંખમાં પડતા લાલચોળ થઈ જાય છે.જીવડા ના અનહદ ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠેલા સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવ્યો છે. લોકોની માંગ છે કે જંતુનાશક દવાના છંટકાવ તાત્કાલિક ધોરણે કરાવી લોકોને ત્રાસ મુક્ત કરાવવા માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે નવા યાર્ડ વિસ્તારમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું અનાજનું ગોડાઉન આવેલું છે જ્યાંથી જુદા જુદા વિસ્તારમાં અનાજનું વિતરણ કરાય છે. એફસીઆઈના આ ગોડાઉનમાં તાજેતરમાં અનાજ નો જંગી જથ્થો મુકવામા આવ્યો છે. તેમાં પણ લાલ જીવડા પડી જતા અનાજને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. છતાં તંત્રના લોકો સુરક્ષા અને સલામતી ના કોઈ પગલા લેતા નથી.
લોકોએ વેદના ઠાલવતા જણાવ્યું હતું કે આંખમાં જતા જીવડાથી આખો લાલ થવા સહિત ખૂબ ખંજવાળ આવતા લોકો હેરાન પરેશાન થયા છે તેમાં ખાસ કરીને નાના બાળકોના શરીર પર સીધી અસર થાય છે.
આ અંગે એફસીઆઇના ગોડાઉન
એમડીને જાણ કરતા તેમણે પણ આંખ આડા કાન કર્યા હતા. જેથી ઉશ્કેરાયેલા લોકોએ જંતુનાશક દવા છાંટીને વહેલી તકે લાલ જીવડાને કાબુમાં લેવા માંગ કરીને ગોડાઉન પાસે જ વ્યાપક હોબાળો મચાવ્યો હતો.

Most Popular

To Top