Vadodara

શહેરના ખંડેરાવ માર્કેટ ચારરસ્તા નજીક કચરાને ખાતર બનાવવા મૂકેલ મશીન ત્રણ વર્ષથી બંધ હાલતમાં

સ્થાનિક દ્વારા ફૂલહાર ચઢાવી પાલિકાનો અનોખો વિરોધ દર્શાવવાનો પ્રયાસ કરાતાં અધિકારીઓ સાથે શાબ્દિક ઘર્ષણ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાનગી સંસ્થાના સહયોગ સાથે ખંડેરાવ માર્કેટ ચારરસ્તા નજીક કચરાને ખાતર બનાવવા માટેનું મશીન મૂકવામાં આવ્યું હતું પરંતુ પાલિકાની લાપરવાહી ને કારણે છેલ્લા ત્રણ વર્ષથી આ મશીન બંધ હાલતમાં છે બીજી તરફ પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને ખંડેરાવ માર્કેટના કેટલાક વેપારીઓ સાથેની સાંઠગાંઠ ને કારણે અહીં દરરોજ અસહ્ય ગંદકી,દબાણો થાય છે જેના કારણે અહીં સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે

સાથે જ રાહદારીઓ, વાહનદારીઓ તમામને તકલીફ પડી રહી છે ત્યારે એક સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ખાતર બનાવવાના મશીનને હાર પહેરાવી મશીનની પૂજા કરી પાલિકાની આંખ ખોલવાનો પ્રયાસ કરતા પાલિકાના અધિકારીઓ દ્વારા અટકાવતા એક તબક્કે શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું. એક તબક્કે જાગૃત નાગરિકે પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ તથા સવારે નાળિયેર ના વેપારીઓ સહિત અન્ય વેપારીઓ પાસેથી હપ્તાખોરી ને કારણે અહીં ગંદકી દબાણો કરાતાં હોવાના આક્ષેપો કર્યા હતા વધુમાં તેમણે પોતાનું મોઢું ન ખોલાવો નહિતર ઘણા ભ્રષ્ટ અધિકારીઓ ખુલ્લા પડશે તેમ ખુલ્લેઆમ જણાવ્યું હતું.

Most Popular

To Top