Kamvat

જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા જામલીમાં 37 આદિવાસી નવદંપતીના વૈદિક સમૂહલગ્ન

251 આદિવાસી સાધુઓ-આગેવાનોનો 16 દિવ્યગ્રામ સૂત્રોનો ઐતિહાસિક સંકલ્પ

કવાંટ: એક સમયે વટેમાર્ગુ અને મામેરૂ લઇને જતા આદિવાસીને ઝેરી તીરકામઠાથી ડરાવી લુંટી લેનાર ગાંડી જામલીમાં જળક્રાંતિ ટ્રસ્ટનો આર્થિક સહયોગ અને આદિવાસીઓની સેવાથી અતિ વંચિત 37 આદિવાસી નવદંપતી ના 24 યજ્ઞકુંડની સાક્ષીએ વૈદિક લગ્ન યોજાયા હતા.

જળક્રાંતિ ટ્રસ્ટનો ઉદાર આર્થિક સહયોગ અને મનસુખભાઈ સુવાગીયાના આઠ વર્ષના કર્મતપથી આદિવાસી ગામ ભેખડિયા, તાલુકો-કવાંટ, જિ. છોટાઉદેપુરમાં 40 અને ગામ-જામલી જિ.આલિરાજપુર મધ્યપ્રદેશમાં 51 ચેકડેમ-તળાવ નિર્માણ થયાં. જેનાથી અનાજ-રોજગારથી વંચિત ભેખડિયા-જામલીમાં ઉત્પાદન-રોજગારમાં પાંચ ગણી વૃદ્ધિ થઇ. ભેખડિયા પૂર્ણ જાતવાન 125 કાંકરેજ ગાયોનું પ્રથમ આદિવાસી ગામ બન્યું. બંને ગામોને ગાંડા બાવળ મૂક્ત કરીને 100 પ્રકારના બે હજાર દેશી આંબા 3 હજાર ઉત્તમ દેશી વૃક્ષો ઉછેર્યા. ભેખડિયા-જામલી ભારતના પ્રથમ ગુટખા-તમાકુ-દારૂ-પ્રાણીહિંસા મુક્ત શાકાહારી દિવ્યગ્રામો બન્યાં.

મનસુખભાઇએ ભેખડિયા-જામલી નિવાસ કરીને દેશને જળ-જમીન-જંગલ-જીવસૃષ્ટિ અને જનસમાજનુ જતન-વિકાસની દિવ્યગ્રામ યોજના આપી. જે સમગ્ર રાષ્ટ્રના ભાંગતા ગામડાનો સર્વાંગી વિકાસ, રાષ્ટ્રનો સંતૂલિત-ચિરંજીવ વિકાસ અને ઇશ્વરે સર્જેલ સૃષ્ટિની શાશ્વત સુરક્ષાની ઇશ્વરિય યોજના છે.
આ દિવ્યગ્રામ યોજનાને ગુજરાત-મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રના 12 હજાર આદિવાસી ગામોમાં વિસ્તારવાના અને દારૂ-તમાકુ-હિંસા મુક્તિના ધ્યેયથી ભેખડિયામાં 251 આદિવાસી, સાધુઓ ગામના પટેલ(મુખિયા) અને આગેવાનોને મનસુખભાઇ સુવાગીયાએ 16 દિવ્યગ્રામ મંત્રોનો ઘર-ઘર અમલ કરવા અપિલ કરી હતી.

ઐતિહાસિક સંકલ્પ લેવડાવ્યો હતો. મનસુખભાઇ સુવાગીયાને આ યુગના અવતારી પુરૂષ ગણાવ્યા હતા. અખિલ ભારત સંત સમિતિ જિલ્લા પ્રમુખ આદિવાસી સંત શંકર દાસજી મહારાજ, કેશવદાસજી મહારાજ તથા દલસુખદાસજી મહારાજે આ સંકલ્પને આદિવાસી સંસ્કૃતિનો સૂર્યોદય ગણાવ્યો હતો.
એક સમયે વટેમાર્ગુ અને મામેરૂ લઇને જતા આદિવાસીને ઝેરી તીરકામઠાથી ડરાવી લુંટી લેનાર ગાંડી જામલીમાં જળક્રાંતિ ટ્રસ્ટનો આર્થિક સહયોગ અને આદિવાસીઓની સેવાથી અતિ વંચિત 37 આદિવાસી નવદંપતીના 24 યજ્ઞકુંડની સાક્ષીએ વૈદિક લગ્ન યોજાયા હતા. જેમા મનસુખભાઇ સુવાગીયાએ નવદંપતિ અને આદિવાસીઓને દારૂ-તમાકુ મુક્તિનો અને 10-10 લોકોને વ્યસનમુક્ત કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. મુક્તાબેન એમ. સુવાગીયાએ 37 દિકરીઓને તાંબાના બેડા કરિયાવરમાં આપ્યા હતા.

Most Popular

To Top