Vadodara

વડોદરા : આજવા રોડ પર ઈકો ગાડી પલ્ટી ખાઈ જતા અકસ્માત,ચાલક ઈજાગ્રસ્ત

( પ્રતિનિધિ )વડોદરા,તા.16

વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ પંચમ પાર્ટી પ્લોટ નજીક ઈકો ગાડી પલટી ખાઈ જતા ગાડીમાં સવાર 27 વર્ષે યુવકને ઇજા પહોંચતા 108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં અકસ્માતોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે, તેવામાં મધરાત્રીએ વધુ એક અકસ્માતની ઘટના શહેરના પૂર્વ વિસ્તારમાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રોડ ઉપર આજવા રોડ પંચમ પાર્ટી પ્લોટ નજીક પસાર થઈ રહેલી એક ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર કમલાપાર્ક સોસાયટીમાં રહેતો 27 વર્ષે ભાવિક રાણાને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સર્જાયેલા અકસ્માતમાં ગાડીને નુકસાન થયું હતું. પ્રાથમિક તબક્કે ઇકોગાડી ના ચાલે કે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હોય રોડ સાઈડ આવેલા રેલિંગ પર અથડાયા બાદ ગાડી પલટી મારી ગઈ હોવાનું અનુમાન લગાવાયું હતું. સમગ્ર મામલે બાપોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top