છેલ્લા ત્રણ દિવસથી અસહ્ય ગરમી પડી રહી હતી
ચૂંટણીના પ્રચાર માટે ઉમેદવારોએ લગાવેલા બેનરો વાવાઝોડામાં ઉડ્યા
આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા અને વીજળીના કડાકા ભડાકા થતા થોડીક જ વાર માં બજારો સૂમસામ બન્યા

નસવાડી: નસવાડીમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને અસહ્ય ગરમીથી લોકો હેરાન પરેશાન હતા ત્યારે શનિવારના સાંજના ના સમયે આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા અને વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદ ના કારણે નસવાડી ના બજારો માં ખરીદી કરવા આવેલા લોકો દોડધામ મચાવી હતી અને ઘરે પહોંચી ગયા હતા. એક તરફ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ઉમેદવારોએ ગામેગામ બેનરો માર્યા હતા તે પણ પવનની તેજ ગતિમાં ઉડી ગયા હતા. નસવાડીમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી.
ખેતરોની સફાઈ ના થતા અને વરસાદ આવી જતા ખેડૂતો ચિંતિત બન્યા
ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે પરંતુ ખેડૂતો ખેતરો ની સફાઈ કરી શક્યા નથી. કારણ કે બે વખત કમોસમી વરસાદ ના કારણે તલની ખેતી એક માસ લેટ થઈ જતા ખેતરો ની સફાઈ કરાવવામાં વિલંભ થયો છે. ખેતરોની સફાઈ ના થતા અને વરસાદ આવી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે હાલ તો લોકોને ગરમી માં રાહત મળી છે