Vadodara

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના મૃતકો માટે શહેરના ફતેગંજ વિસ્તારમાં ક્રિશ્ચન લોકો દ્વારા યુધ્ધના ધોરણે કોફિન તૈયાર કરવામાં આવી રહ્યાં છે

ગોઝારા ગુરુવારે બપોરે 1:39 કલાકે અમદાવાદના મેઘાણીનગર એરપોર્ટ થી અમદાવાદ થી લંડન જવા માટે બોઇંગ 787 ડ્રીમલાઇનર એર ઇન્ડિયા ના AI171 વિમાનમાં 230 મુસાફરો 2 પાયલોટ સહિત 10 ક્રૂ મેમ્બર્સ મળીને કુલ 242 મુસાફરો સાથેનું વિમાન ટેક ઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ અચાનક નજીકના સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન તબીબો અને મેડિકલ સ્ટાફના રહેણાંક અને હોસ્ટેલ બી જે મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગ સાથે ભટકાઇ જોતજોતામાં પ્રચંડ ધડાકા સાથે અગનગોળા માં ફેરવાઇ ગયું હતું જેના કારણે વિમાનમાં બેઠેલા 169ભારતીયોમાથી એક ને બાદ કરતા 168 ભારતીય મુસાફરો, 53બ્રિટિશ નાગરિકો,7પોર્ટુગીઝ તથા એક કેનેડિયન નાગરિક સહિત 241 લોકોના કરુણ મોત નિપજ્યાં હતાં સાથે જ બી જે મેડિકલ હોસ્ટેલ મેસમા જમતા ઇન્ટર્ન તબીબો અને સ્ટાફના કેટલાક લોકો મળીને આશરે 290 લોકોના મોત નિપજ્યા હતાં જ્યારે કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા. વિમાનમાં એક લાખ લિટર ઉપરનાં ઇંધણ ને કારણે મૃતદેહો એટલા તોક્ષત વિક્ષત થઇ ગયા હતા કે તેઓની ઓળખ માટે સગાઓના ડીએનએ ટેસ્ટ કરાવવા પડ્યા હતા અને 72કલાક બાદ એટલે કે સોમ મંગળ વાર સુધીમાં મૃતદેહો સગાઓને સોંપવાની પ્રક્રિયા પૂરી કરાશે ત્યારે એર ઇન્ડિયા તરફથી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ક્રિશ્ચિયન સંસ્થા ને 50 કોફિન તાત્કાલિક તૈયાર કરવાનું જણાવવામાં આવતા ફતેગંજ વિસ્તારમાં 25 જેટલાં કોફિન તૈયાર કરવામાં આવ્યા છે જે બપોરે મોકલવામાં આવશે જ્યારે બાકીના મટિરિયલ આવતા રાત સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવનાર છે.નિલેશ ભાઇના નેતૃત્વ હેઠળ ક્રિશ્ચન સમાજના યુવાનો દ્વારા આ કોફિન તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

Most Popular

To Top