ટૂંક સમયમાં જ એક બાળકી સહિત ત્રણ લોકોને હુમલો કરી ઇજા ગ્રસ્ત કર્યા હતા
બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી નગર ખાતે કપિરાજનો આતંક ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો. નગરમાં લોકોને ઘરથી બહાર નીકળવાનો ડર લાગતો હતો. બોડેલી અલીપુરા વિસ્તારમાં કપીરાજના તોફાનથી લોકો ભયગ્રસ્ત થયા હતા. ત્રણ લોકોને ગંભીર ઇજા કરી હતી. જેમાં પગના ભાગમાં જ બચકું ભરતા ભારે ઇજા પહોંચતી હતી. જેથી કરીને ગામ લોકો દ્વારા ટેલીફોનિક ચર્ચા દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

જ કપીરાજને પાંજરે પુરવા માટે વન વિભાગને રજૂઆતો કરાઈ હતી તે રજૂઆતો ને લઈ વન વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી પાંજરા મૂકવામાં આવ્યા હતા અને વન વિભાગની ભારે જહેમતભરી કામગીરી બાદ આખરે કપીરાજ પાંજરે પુરાયા છે.
કપીરાજને જબુગામ નર્સરી વિભાગમાં રાખવામાં આવ્યા છે. ત્યાં તેઓનું બ્લડ સેમ્પલ લઇ મેડિકલ ટેસ્ટ કર્યા બાદ ક્યા રાખવા તેનો નિર્ણય લેવામાં આવશે એવું બોડેલી ફોરેસ્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

પરંતુ ચર્ચાનો વિષય એ છે કે શું ખરેખર આજ કપિરાજ દ્વારા હુમલા કરવામાં આવતા હતા ? આજ જ કપીરાજે ખોફનો માહોલ બનાવ્યો હતો એવા અનેક સવાલ નગરના લોકો માં ચાલી રહ્યા છે. પરંતુ આખરે કપિરાજ પાંજરામાં જોવા મળતા રાહતનો અનુભવ તો જોવા મળ્યો જ છે