Kalol

કાલોલના જેતપુર ગામે ખેતરમા ગાયો ભેંસો ચરાવવા ના પાડનાર ઉપર લાકડીઓથી હુમલો કરી ધમકી આપી

8 વ્યક્તિ સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ
કાલોલ :;કાલોલના જેતપુર ગામે ખેતરમા ગાયો ભેંસો ચરાવવા ના પાડનાર ઉપર લાકડીઓથી હુમલો કરી ધમકી આપવા બદલ 8 શખ્સો સામે કાલોલ પોલીસે ફરિયાદ નોંધી છે.n
કાલોલ તાલુકાના જેતપુર ગામે રહેતા અલ્પેશકુમાર ઉર્ફે સોમો ભીખાભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓના ખેતરમા મેહુલભાઈ સૂર્યાભાઈ ભરવાડ પોતાની ગાયો લઈને મકાઇના પુળા ચરાવતા હોય ફરિયાદી અને તેમના પિતા અને ભાઈ મેહુલભાઈના ઘરે કહેવા જતા મેહુલભાઈ ઉશ્કેરાઈ જઈને બોલાચાલી કરી નજીકમાંથી સાર્દુલભાઈ શનાભાઇ ભરવાડ અને ભલસિંહ ભરવાડ અને વિક્રમભાઈ ભરવાડ લાકડીઓ લઈને દોડી આવ્યા હતા અને મેહુલે ફરિયાદીને પકડી લીધો જ્યારે સાર્દુલ અને ભલસિંહ અને વિક્રમે લાકડી વડે ફરિયાદીને માથાના ભાગે કમરના, પીઠના ભાગે મારેલ તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારબાદ કમલેશભાઈ ભરવાડ, દેવકરણ ભરવાડ અને નવઘણ ભરવાડ તથા પ્રવીણભાઈ ભરવાડ ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ગાળો બોલી ફરિયાદી અલ્પેશકુમાર ને પકડી પાડી ગડદા પાટુ નો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે કાલોલ પોલીસ મથકે 8 સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

Most Popular

To Top