આણંદ |
આણંદ શહેરમાં છેલ્લા કેટલાક વરસોથી એનેથીસ્યાની પ્રેક્ટિસ કરતાં વરિષ્ઠ ડોક્ટરનું પ્લેન દુર્ઘટનામાં અવસાન થયું હતું. આ ઘટનામાં દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે, તેઓ 15 દિવસ પહેલા જ લંડન જવાનાં હતાં. પરંતુ કોઇ કારણસર તેમણે ટીકીટ કેન્સલ કરાવી હતી અને આજની લીધી હતી.
આણંદ શહેરમાં એનેથીસ્યાના ડો. હિમાંશુભાઈ શેઠ (ઉ.વ.71) અગાઉ લંડન સ્થાયી થયાં હતાં. તેમના પત્ની ડો. જયશ્રીબહેન ગાયનેક ડોક્ટર છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ડો. હિમાંશુભાઈ આણંદ ખાતે એનેથીસ્યાની પ્રેક્ટીસ કરતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્ર છે. જેમાં એક આણંદ રહે છે. જ્યારે બીજો ઓસ્ટ્રેલીયા સ્થાયી થયો છે. ડો. હિમાંશુભાઈ 15 દિવસ પહેલા જ લંડન જવા હતાં. પરંતુ કોઇ કારણસર તેમણે ટીકીટ કેન્સલ કરાવી હતી અને આજની ટીકીટ લીધી હતી. તેઓ થોડા દિવસ માટે લંડન જઇ પરત આવવાનાં હતાં. પરંતુ તેઓ દુર્ઘટનાનો ભોગ બન્યાં હતાં. આ ઘટનાથી ડોક્ટર્સ આલમમાં પણ ભારે શોકની લાગણી ફેલાઇ હતી.