Halol

પ્લેન દુર્ઘટનામાં વર્ષોથી હાલોલમાં રહેતા અને હાલમાં લંડન સ્થાયી થયેલા પરીણીતા ભોગ બન્યા

હાલોલ:
અમદાવાદ ખાતે થયેલી પ્લેન દુર્ઘટનામાં વર્ષોથી હાલોલમાં રહેતા અને હાલમાં લંડન ખાતે સ્થાયી થયેલા પરીણીતા ભોગ બનતા તેમના હાલોલ ખાતેના ઘરે સોસાયટીના રહીશો આ દુઃખદ સમાચારને લઇ શોકમગ્ન થઈ ગયા હતા.

હાલોલના બસ સ્ટેન્ડની સામે વૈશાલી સોસાયટી માં છેલ્લા 40 વર્ષથી રહેતા સ્વ. વિષ્ણુભાઈ પટેલના દીકરી રૂપલબેનનું બાળપણ તેમજ ભણતર હાલોલ ખાતે થયું હતું. ત્યારબાદ આણંદના ઓડ ગામે રહેતા પીનલભાઈ પટેલ સાથે તેમના લગ્ન થયા હતા. લગ્ન બાદ સન ૨૦૦૯થી તેઓ તેમના પતિ સાથે લંડન સ્થાયી થયા છે .તેમના દાંપત્યજીવનમાં ત્રણ સંતાનો તેમજ પતિ સાથે હાલમાં લંડનમાં રહે છે તેમ જાણવા મળે છે.
રૂપલબેન પટેલ જૂનના રોજ તેઓની તબીબી સારવાર અર્થે ભારત આવ્યા હતા. તે પૂર્ણ થતા આજરોજ અમદાવાદ થી લંડન જઈ રહેલ વિમાનમાં સવાર થઈ લંડન પરત ફરી રહ્યા હતા. જેને લઈને તેમનો ભાઈ પવન પટેલ બેનને એરપોર્ટ ખાતે સહી સલામત રીતે મૂકી હાલમાં નડિયાદ ખાતે તેઓના ઘરે પરત ફર્યા હતા અને થોડી જ વારમાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર મળતા તેઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઘટના સ્થળે પોતાની સાથે જ બનેલી દુર્ઘટના જોઈએ બનેલી દુર્ઘટના જોઈએ પવનના હોશ કોશ ઉડી ગયા હતા અને બહેનની શોધખોળ આદરી હતી આ ઘટનાને લઇ ઘટનામાં ભોગ બનનાર રૂપલબેન પટેલના ભાઈ પવન સાથે સાંજે ૭.૦૦વાગ્યાની આસપાસ વાતચીત કરતા તેને જણાવ્યું હતું કે મારી બહેન હજુ મળેલ નથી પણ તેની ઓળખ માટે તંત્ર દ્વારા ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે.

Most Popular

To Top